Gujarati News

Gujarati News

News of Saturday, 15th May 2021

અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની મસ્જિદમાં આતંકવાદી હુમલામાં મસ્જિદના ઇમામ સહીત 12ના મોત

નવી દિલ્હી: અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની મસ્જિદમાં આતંકવાદી હુમલો થયો હતો. એમાં મસ્જિદના ઈમામ સહિત ૧૨નાં મોત થયા હતા અને ૧૫ને ઈજા પહોંચી હતી. આતંકવાદી હુમલો આઈએસના આતંકવાદીઓએ કર્યો હોવાની શક્યતા છે. શુક્રવારની નમાઝ ચાલતી હતી એ વખતે હુમલો થયો હતો. અફઘાનિસ્તાનના પાટનગર કાબુલની મસ્જિદમાં જુમાની નમાઝ વખતે મોટો વિસ્ફોટ થયો હતો. હુમલો સંભવતઃ આઈએસના આતંકવાદીઓએ શિયા મુસ્લિમોને ટાર્ગેટ બનાવીને કર્યો હતો. તાલિબાન અને અફઘાન સરકારે ઈદને ધ્યાનમાં રાખીને ત્રણ દિવસના શસ્ત્રવિરામની જાહેરાત કરી હતી. એના કારણે આ હુમલો તાલિબાને કર્યો હોવાની શક્યતા નથી. કટ્ટરવાદી ઈસ્લામિક સંગઠન આઈએસના આતંકવાદીઓએ શિયા મુસ્લિમોને નિશાન બનાવીને મસ્જિદમાં હુમલો કર્યો હતો. તાલિબાની આતંકવાદી સંગઠનના પ્રવક્તાએ તો હુમલો ન કર્યાનું નિવેદન પણ આપ્યંન હતું.

(6:11 pm IST)