Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

ફોલ્ડ કરીને બેગમાં ભરી શકાય એવી ઇ-બાઇક આવી ગઇ છે

ટોકીયો તા. ૧૫ : યુનિવર્સિટી ઓફ ટોકયોના સંશોધકોએ પીઠ પર બાંધેલી બેગ (બેકપેક)માં મૂકી શકાય એવી ઇન્ફલેટેબલ ઇલેકિટ્રક બાઇક બનાવી છે. બાઇકને 'પોઇમો' નામ આપ્યું છે. એક માઇલ સુધી દોડાવી શકાય એવી બાઇકની ઉપયોગિતા વિશિષ્ટ પ્રકારની છે. ટ્રેન કે બસ જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ચોક્કસ સ્ટેશને ઊતર્યા પછી ચાલવાનું સહેજ લાંબું જણાય એવું અંતર પાર કરવા માટે લોકોને આ બાઇક ઉપયોગી છે. એવા પ્રવાસ માટે હવા પૂરીને ફુલ સાઇઝમાં લાવી શકાય અને કામ પૂરું થાય એટલે હવા કાઢીને પાછી બેકપેકમાં મૂકી શકાય એવી આ બાઇક છે. જયાં બસ કે ટ્રેન સર્વિસ ન પહોંચતી હોય એવા આસપાસના વિસ્તારોમાં જવા માટે આ બાઇક ઉપયોગી છે. થર્મો પ્લાસ્ટિક પોલિયુરેથેન (TPU) ફેબ્રિકની બનેલી આ બાઇક સાથેનો ઇલેકિટ્રક પમ્પ એને એક મિનિટમાં ફુલાવી (ઇન્ફલેટ કરી) શકે છે. ઇન્ફલેટેડ ફ્રેમને બે રબર વ્હીલ્સ અને એક ઇલેકિટ્રક મોટર હોય છે. બાઇકના હેન્ડલબાર પર વાયરલેસ કન્ટ્રોલર હોય છે.

(2:52 pm IST)