Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

સીરિયાના બે વિસ્તારમાં આત્મઘાતી હુમલો

નવી દિલ્હી: સીરિયાના લતાકિયા અને હામા પ્રાંતમાં છેલ્લા 24 કલાક દરમ્યાન આતંકવાદીઓએ નવ વિસ્તાર પર હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે રશિયા રક્ષા મંત્રાલયના સીરિયાઈ સંધિ કેન્દ્રના પ્રમુખ મેજર જનરલ વિકટર કૂપિચશીને આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  આતંકવાદીઓએ લતાકિયા અને હામા પ્રાંતમાં અલગ અલગ વિસ્તારમાં હુમલો કરવા માટે બોંબ ફેંક્યા હતા.

(6:29 pm IST)
  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્તઃ ૧૦ લોકો લાપતા : અમેરિકાના અલાસ્કામાં બે વિમાનો દુર્ઘટનાગ્રસ્ત થતાં ૧૦ લોકો લાપતા થયા છે : બે વિમાનમાં કુલ ૧૬ લોકો સવાર હતા : મીડીયા રિપોર્ટ અનુસાર દક્ષિણ પૂર્વ અલાસ્કાના કેટચિકાન નજીક અમેરીકી તટગાર્ડે બચાવ અભિયાન શરૂ કર્યુ છે access_time 1:12 pm IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST