Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ન્‍યૂડ પેઇન્ટિંગ અને મૂર્તિઓ બનાવનાર પેઇન્ટર મોદીગ્લિયાની પેઇન્ટિંગના ૧૦.૬પ અબજ ઉપજ્યા

ન્‍યૂયોર્કઃ ન્યૂડ પેઇન્ટિંગ અને મૂર્તિઓ બનાવવાના જાણીતા કલાકાર અેમેડિયો મોદીગ્લિયાનીની અેક પેઇન્ટિંગ વિક્રમજનક ભાવમાં વેચાયું છે.

એમેડિયો મોદીગ્લિયાનીની પેઇન્ટિંગે હાલ દુનિયાભરમાં ચર્ચા જગાવી છે. દરેક લોકો આ પેઇન્ટિંગની જ વાત કરી રહ્યાં છે, તેનું કારણ છે આ પેઇન્ટિંગનું ઓક્શન છે. કહેવામાં આવી રહ્યું છે કે ન્યૂયોર્કમાં યોજાયેલા ઓક્શનમાં આ પેઇન્ટિંગ 157.2 મિલિયન ડોલર એટલે કે અંદાજે 10 અબજ 65 કરોડથી વધુ રૂપિયામાં વેચાયું હતું. આ પેઇન્ટિંગના પહેલા માલિકે આ પેઇન્ટિંગને એક અબજ 76 કરોડમાં ખરીદી હતી.

પ્રાપ્ત વિગત મુજબ 1917માં બનાવવામાં આવેલી આ પેઇન્ટિંગનું નામ Nu couche છે, જેમાં એક મહિલા ન્યૂડ દેખાઇ રહી છે, ચિત્રમાં મહિલાની બેકસાઇટ દેખાઇ રહી છે, આ પેઇન્ટિંગ 1920માં મોદીગ્લિયાની નામના પેઇન્ટરે બનાવ્યું હતું, જેઓ ન્યૂડ પેઇન્ટિંગ અને મૂર્તિઓ બનાવવા માટે ખૂબ જ જાણીતા હતા. મોદીગ્લિયાનીની અન્ય એક પેઇન્ટિંગ 170 મિલિયન ડોલરમાં વેચાઇ હતી.

મોદીગ્લિયાની 20મી સદીના ખૂબ જ જાણીતા કલાકાર હતા, તેઓની પેઇન્ટિંગ્સ લોકોમાં ખૂબ જ ફેમશ થયું હતું. ઉલ્લેખનીય છે કે મોદીગ્લિયાનીનું 35 વર્ષની વયે જ અવસાન થયું હતું. ઉલ્લેખનીય છે કે અત્યારસુધીની સૌથી મોંઘી પેઇન્ટિંગ લીયોનાર્દો દી વિન્ચીની પેઇન્ટિંગ હતી જે 450 મિલિયન્સ ડોલરમાં વેચાઇ હતી.

(7:16 pm IST)