Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

આ...ને...કહેવાય...ટીપ

અમેરિકાની સ્ટ્રીપ ડાન્સર...તેના ચાહકને કારણે અને અપાયેલ ટીપને કારણે કરોડપતિ બની ગઇ...મરતા...મરતા...ચાહકે જબરી દોસ્તી નીભાવી

વોશીંગ્ટન તા. ૧પ :.. તમે લોકોએ... હોટલ - રેસ્ટોરામાં જરૂર કોઇને કોઇ વેઇટરને ટીપ આપી હશે... પરંતુ આ સ્ટોરીમાં અપાયેલ ટીપ અને તમારી ટીપમાં જમીન-આસમાનનો ફર્ક  છે.

વાત છે... અમેરિકાની...

અહીંની એક સ્ટ્રીપ કલબમાં ડાન્સ કરનાર ૩૪ વર્ષની વેરોનિકા બેકહમને એક ગ્રાહકે તેના ચાહકે અંદાજે ર લાખ ર૩ હજાર ડોલર એટલે કે, અધધધ દોઢ કરોડ રૂપિયાથી વધારે ટીપ આપી દીધી...

અને આશ્ચર્યની વાત એ છે કે આ ટીપ આપનાર ગ્રાહકનું ટીપ આપ્યા બાદ થોડા દિવસોમાં જ કરૂણ મોત નિપજયું.

વેરોનિકાનો આ ચાહક કસ્ટમર એચબીઓ કંપનીનો ભુતપૂર્વ એકઝીકયુટીવ મિકી લીયુ હતો.. તે ર૦૧૪ માં વેરોનિકાને એટલાંટિક સીટી સ્કોર્સ સ્ટ્રીપ કલબમાં મળ્યો હતો... બંને ગાઢ મીત્રો બની ગયા...

કોર્ટમાં જમા કરાવાયેલ દસ્તાવેજો મુજબ લિયુને ડાયાબીટીઝ અને હૃદયની બીમારી હતી, કોર્ટમાં વેરોનિકાએ જણાવ્યું હતું કે તેની દોસ્તીના કેટલાક મહીના પછી લિયુનું મૃત્યુ થયું હતું, કોર્ટના રેકોર્ડસ મુજબ એક - બીજાને બહુ ઓછા સમયથી જાણવા છતાં લિયુએ વેરોનિકાને પોતાના રીટાયરમેન્ટ એકાઉન્ટસ અને લાઇફ ઇન્સ્યોરન્સ પોલીસીની વારસદાર બનાવી દિધી અને આ બંનેની કૂલ કિંમત ર લાખ ર૩ હજાર ડોલર હતી.

જો કે, આ મામલાએ વિવાદ પકડયો હતો, લીયુના સગાજનો લીયુના આ ફેસલાથી નારાજ હતા, લિયુની બહેને પોતાના ભાઇના આ નિર્ણય વિરૂધ્ધ મેનહટન કોર્ટમાં અરજી આપી હતી, આમ છતાં અદાલતનો નિર્ણય વેરોનિકાના પક્ષમાં આવ્યો, હવે કરોડપતિ બનેલી બેકહમ સ્ટ્રીપ ડાન્સ છોડીને કંઇક નવુ કરવા માંગે છે... મળેલા નાણાનો સદ્ઉપયોગ કરવા માંગે છે.

(4:18 pm IST)