Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

કામ દરમિયાન બહાના બનાવો છો? તો પસ્તાવુ પડશે

કેટલાક લોકોની આદત હોય છે કે તે જ્યારે પણ સમયસર કામ પૂરૂ નથી કરી શકતા તો તેના માટે તે પોતાને જવાબદાર ગણાવતા નથી, પરંતુ કોઈને કોઈ બહાનું બનાવી દે છે. આ તમને સ્થિતીથી બચવાનો એક સરળ ઉપાય લાગતો હશે. પરંતુ, વાસ્તવમાં આવી રીતે તમે પોતાની સાથે દગો જ કરો છો. તે સમયે તમને કદાચ તેમાં કંઈ ખોટુ કરતા હોય તેવુ ન લાગે પરંતુ, લાંબા સમયે તમારે તેનું નુકશાન ભોગવવુ પડે છે.

જે લોકો હંમેશા બહાના બનાવીને કામથી બચે છે. તેની ઓફિસમાં ખરાબ છાપ હોય છે. એટલુ જ નહીં ઓફિસમાં બોસ અને કલીગ પણ તેની ક્ષમતા ઉપર ભરોસો નથી કરતા. એવામાં સફળતા મેળવવી તેના માટે એટલી સરળ નથી હોતી.

જ્યારે કેટલાક લોકો કામને આવતીકાલ પર છોડી દે છે અને ઓફીસમાં બહાનું કરી દે છે. એવુ કરતા વ્યકિતઓનું કામ પાછળથી વધી જાય છે. જેના કારણે તેને અનાવશ્યક તનાવનો સામનો કરવો પડે છે અને ઝડપથી કામ કરવાને કારણે તેના કામની ગુણવતા ઉપર પણ ઉંડી અસર પડે છે.

જે લોકો બહાના બનાવે છે, તેને ધીરે ધીરે તેની આદત પડી જાય છે. આવા લોકો હંમેશા કામથી બચવાાનો પ્રયાસ કરે છે, જેના કારણે તેનો કેરીયર ગ્રાફ નીચે જાય છે.  (૨૪.૩)

(9:23 am IST)