Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

ઉભા ઉભા પાણી પીવાથી થાય છે ગંભીર બીમારીઓ

મોટા ભાગે કેટલાય લોકોની આદત હોય છે કે તે ઘરમાં જતા જ ફ્રિઝમાંથી બોટલ કાઢી એક જ ઘૂંટમાં પી જાય છે. પરંતુ, તમે જાણો છો તમારી આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. ઉભા રહીને પાણી પીવાથી કેટલુ નુકશાન થાય છે તે જાણો છો?

તરસ :

ઉભા રહીને પાણી પીવાથી સૌથી મોટુ નુકશાન એ થાય છે કે એવુ કરવાથી ઝડપથી તરસ પણ નથી છીપાતી.

પાચન તંત્ર :

જ્યારે પણ તમે બેસીને પાણી પીવો છો તો તમારી માંસપેશીઓ સાથે તમારૂ નર્વસ સિસ્ટમ પણ આરામથી કામ કરે છે. એવુ કરતી વખતે તમારૂ નર્વસ સિસ્ટમ તમારા મગજની નસોને તરલ પદાર્થ પહોંચાડવાનો સંદેશો આપે છે. જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો તમારૂ પાચનતંત્ર હંમેશા ખરાબ રહેશે. આવી રીતે અનેક બીમારીઓ થાય છે.

પગનો દુઃખાવો :

ઉભા રહીને પાણી પીવાથી શરીરના અન્ય તરલ પદાર્થોનું સંતુલન બગડી જાય છે. જેના કારણે વ્યકિતના પગના દર્દ અને વા જેવી સમસ્યાઓ ઉભી થાય છે.

દિલની બીમારી :

 જ્યારે ઉભા રહીને પાણી પીવો છો, તો પાણી કિડનીના માધ્યમથી થોડા સમયમાં જ પસાર થઈ જાય છે.ઙ્ગ તેના કારણે મૂત્રાશય અથવા રકતમાં ગંદકી જમા થઈ જાય છે, જેથી મૂત્રાશય, કિડની અને દિલની બીમારીઓ ઘેરાવા લાગે છે.

 

(9:21 am IST)