Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

સવારે જલ્દી ઉઠવા માટે અપનાવો આ ઉપાય

સવારે વહેલા ઉઠવુ એ સ્વાસ્થ્ય માટે સારૂ ગણવામાં આવે છે. જે લોકોને મોડુ ઉઠવાની આદત છે, તે તેના સ્વાસ્થ્ય સાથે તો ચેડા કરે જ છે અને તેના કેટલાય કામ પણ અધુરા રહી જાય છે.

સૌથી પહેલા તો તમે જો એલાર્મ સેટ કરી રહ્યા છો તો તેને બેડની સાઈડ ટેબલ ઉપર ન રાખો. પરંતુ, થોડુ દૂર રાખો, જેથી જ્યારે એલાર્મ વાગે ત્યારે બંધ કરવા માટે તમારે ઉભા થઈને જવું પડે. જેથી બેડ પરથી ઉભા થયા બાદ તમારા માટે જાગવુ સરળ બની જશે.

તમારો આહાર પણ તમારી ઉંઘને પ્રભાવિત કરે છે. રાત્રે હાઈ પ્રોટીન ડાઈટ ન લેવુ જોઈએ. તેનાથી ઉંઘ મોડી આવે છે. સારૂ રહેશે કે તમે રાત્રે હળવો ખોરાક લો. જેથી તમને ઉંઘ આવવામાં મુશ્કેલી ન થાય અને તમે બીજા દીવસે પણ સમયસર ઉઠી શકો.

સુતી વખતે ફોન, ટેબલેટ અથવા કોઈ પણ પ્રકારના ઈલેકટ્રોનીક ડિવાઇસને પોતાની સાથે રાખીને ન સૂવો. તેનાથી મોડી ઉંઘ આવે છે અને સવારે વહેલુ ઉઠવામાં મુશ્કેલી થાય છે. જો તમે તેને સાથે લઈને સૂવો છો તો વારંવાર તેને જોવાથી તમે સૂઈ નહીં શકો.

(9:21 am IST)