Gujarati News

Gujarati News

News of Thursday, 15th April 2021

શ્રીલંકામાં અલકાયદા,આઈએસ સહીત 11 આતંકી સંગઠનો પર પ્રતિબંધ

નવી દિલ્હી:આતંકી ગતિવિધિઓથી પરેશાન શ્રીલંકાએ મોટું પગલું ભર્યું છે જેમાં શ્રીલંકાની સરકારે અગ્યાર કટ્ટરપંથી ઇસ્લામિક સંગઠનો પર પ્રતિબંધ મૂકી દીધો હોવાની ઘોષણા કરી છે. આ સંગઠનોમાં અલકાયદા અને ઇસ્લામિક સ્ટેટ જેવા કુખ્યાત આતંકવાદીનાં ગ્રુપનો પણ સમાવેશ થઇ રહ્યો છે.

    વધુમાં મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ આતંકી ગતિવિધીઓમાં જોડાવવા પર દસ થી વિસ વર્ષ સદ્ગુહીની સજા પણ થઇ શકે છે.પ્રતિબંધિત કરનાર સંગાથોમાં સ્થાનિક શ્રીલંકા ઇસ્લામિક સ્ટુડેંટ મૂવમેંટ સહીત ઘણા મુસ્લિમ સંગઠનોનો સમાવેશ થઇ રહ્યો છે.

(5:58 pm IST)