Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

યુએસ રાષ્ટ્રપતિ ચૂંટણી : ભારતીય મૂળની સાંસદ કમલા અને તેના પતિની આવક રૂ. ૧૪ કરોડ

અમેરીકી સેનેટર કમલા હેરિસ અને એમના પતિ ડગલસ એમહોફએ ફેડરલ ટેકસ રીટર્ન(ર૦૧૮) માં રૂ. ૧૪ કરોડથી વધારાની વાર્ષિક આવક બતાવી છે. કમલા હેરિસ અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ડેમોક્રેટિક પાર્ટીથી દાવેદારી રજુ કરવાવાળી ૧૮ ઉમેદવારોમાંથી એક છે. ફીમેલ બરાક ઓબામા ના નામથી વિખ્યાત કમલા ભારતીય મૂળની સાંસદ છે.

(11:07 pm IST)
  • મુસ્લિમ મહિલાઓને મસ્જીદમાં નમાઝ પઢવાની છૂટ આપોઃ સુપ્રિમમાં અરજી : આજે સુપ્રિમ કોર્ટમાં એક અરજી કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદોમાં નમાઝ પઢવા માટે પરવાનગી આપવી જોઇએઃ એક મુસ્લિમ દંપત્તિએ આ અરજી કરી છે અને કહ્યું છે કે મુસ્લિમ મહિલાઓને મસ્જિદમાં પ્રવેશતી અટકાવવાની બાબત બંધારણની કલમ ૧૪, ૧૫, ૨૧, ૨૫ અને ૨૯નો ભંગ કરે છે access_time 4:16 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે કહ્યું છે કે દેશ ભયમાં છે અને નરેન્દ્રભાઈ મોદી અને અમિત ભાઈ શાહથી આ દેશને બચાવવા અમે તમામ પ્રયાસો કરીશું. access_time 11:40 pm IST

  • અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 6.80 લાખના વિદેશી દારૂ સહીત ત્રણ કાર જપ્ત કરી access_time 1:46 pm IST