Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

૩ વ્યકિતના ડીએનએ સાથે બાળકનો જન્મ કેવી રીતે શકય બન્યું?

નવીદિલ્હીઃ ગ્રીસના એથેન્સમાં આવેલી ઈન્સ્ટીટયુટ ઓફ લાઈફના સંશોધકોએ જાહેર કર્યું છે કે આઈવીએફ ટ્રીટમેન્ટમાં મળેલી ઘણી નિષ્ફળતાઓ પછી ૩૨ વર્ષની એક સ્ત્રીએ મંગળવારે સવારે એક તંદુરસ્ત બાબાને જન્મ આપ્યો હતો.

૬ પાઉન્ડ વજનનો આ બાબો ડોકટરોના રીપોર્ટ પ્રમાણે મેટર્નલ સ્પીન્ડલ ટ્રાન્સફર નામની ટેકનીકના ઉપયોગથી જન્મ્યો હતો અને તે તંદુરસ્ત છે. આ ટ્રીટમેન્ટમાં ભેગા કરેલ ડીએનએને માતાના ઈંડામાંથી દુર કરીને બીજી મહીલાના ઈંડામાં તેના ડીએનએ દુર કરીને મુકવામાં આવ્યું હતું. માતાના જીન્સ સાથેનું દાતાનું ઈંડુ  ત્યાર પછી પ્રેગનન્સી માટે ગર્ભાશયમાં ટ્રાન્સફર કરવામાં આવ્યું હતું.

આ પધ્ધતિનો ફાયદો એ હતો કે માતાના ગર્ભાશયમાં ઈંડુ ઉછરી શકતું ન હોય તો તેને બીજા ગર્ભાશયમાં તૈયાર કરી શકાય છે. આમ થવાના કારણોમાં એક કારણ મીટોચોન્ડ્રીઆ જે દરેક માનવ કોષમાં જોવા મળે છે અને ન્યુકલીયર ડીએનએની બહારની બાજુ રહેલું હોય છે. મેરર્નલ સ્પીન્ડલ ટ્રાન્સફરથી દાતાનું મીટોચોન્ડ્રીઆ ઈંડાની બીજી વસ્તુઓ સાથે ઈંડાને ફર્ટીલાઈઝ થવાનું શકય બનાવે છે અને તે ગર્ભાશયમાં વિકસે પણ છે.

ઈન્સ્ટીટયુટના પ્રમુખ ડોકટર પેનાજીઓટીસ પ્સાથાસે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું ''મલ્ટીપલ આઈવીએફ નિષ્ફળતાઓ પછી અથવા મીટોચોન્ડ્રીઅલ જીનેટીક રોગના કારણે પીડાતી સ્ત્રીઓને હવે બાળકો પેદા થઈ શકે તેવી પરિસ્થિતિ હવે આપણે ઉભી કરી શકયા છીએ.''

માતાને મીટોચોન્ડ્રીઅલ રોગ ન હોય છતા આ પધ્ધતિથી જન્મેલ આ પહેલું અમેરીકન બાળક છે. અત્યાર સુધીમાં આ પ્રકારે કેટલાક બાળકો જન્મ્યા છે. જેમાંના એકનો ઉલ્લેખ મેડીકલ જર્નલમાં છે અને કેટલાક યુકેનમાં પણ બન્યા છે. જેમાં માતાને મીટોચોન્ડ્રીઅલ ડીએનએની તકલીફ હતી. બ્રીટનમાં પણ સરકારે આ રોગથી પીડાતા કુટુંબને મદદ કરવા માટે આ પધ્ધતિ વાપરવાની સંશોધકોને પરવાનગી આપી છે. મીટોચોન્ડ્રીઆ તેનું પોતાનું નાના પ્રમાણમાં જીનેરીક  મટીરીયલ ધરાવે છે. જે વ્યકિતના આંખના રંગથી માંડી રોગપ્રતિકારક શકિત અને બીજી ઘણી બધી ચીજોમાં ભાગ ભજવે છે. મીટોચોન્ડ્રીઅલ રીપ્લેસમેન્ટ થેરાપીમાં રોગગ્રસ્ત માતાના ઈંડાને દાતાના ઈંડા આ મિશ્ર થયેલું ઈંડુ ક્ષતિગ્રસ્ત મીટોચોન્ડ્રીઆને દુર કરે છે અને તેનાથી બાળકનો જન્મ શકય બને છે.

ગ્રીસના આ કેસમાં માતાને મીટોચોન્ડ્રીઅલ રોગની તકલીફ ન હોતી પણ તે ચાર વખત આઈવીએફ ટ્રીટમેન્ટ કરાવ્યા પછી પ્રેગનન્ટ ન હોતી બની શકી પછી તેણે ઈન્સ્ટીટયુટ ઓફ લાઈફના એમ્બ્રીઓટુલ્સ નામની કંપનીના સહકારમાં થઈ રહેલા એક અભ્યાસના ભાગરૂપે મેટર્નલ સ્પીન્ડલ ટ્રાન્સફરનો પ્રયત્ન કરવાનું નકકી કર્યું હતું. જેમાં તેને બાળક મેળવવામાં સફળતા મળી હતી.(ટાઈમ્સ હેલ્થમાંથી સાભાર)

(11:38 am IST)