Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

યુટયુબરનું પાગલપણું : ૩૦૦ ફૂટ ઊંચી ઇમારત પર એક હાથે લટકવાનો વિડીયો કર્યો પોસ્ટ

સ્કોટલેન્ડના પીટરહેડ ટાઉનમાં રહેતો વીસ વર્ષનો એલ્વિસ બોડેનોવ્સ નામનો યુવાન યુટયુબ ચેનલ ચલાવે છે અને એમાં ભાઇસાહેબ જાતજાતના અખતરા અને સ્ટન્ટ્સ કરે છે. જોકે તાજેતરમાં એલ્વિસે કરેલો  સ્ટન્ટ જોઇને ખરેખર હથેળીમાં પરસેવો છુટી જાય અને દિલની ધડકન કાનમાં ડંકાની જેમ વાગતી હોય એટલી ફાસ્ટ થઇ જાય એમ છે. સ્ટન્ટ માટે એલ્વિસભાઇ લંડનમાં એક કેસલ ટાવર બ્લોક પર ચડી ગયા અનેે એની પાળીની બહારના  લોખંડના બીમ પર  જઇને જાત જાતના અખતરા કર્યા. કુલ ૩૫ માળ એટલે કે લગભગ ૩૦૦ ફૂટથી વધે ઊંચા ટાવર પરના આ સ્ટન્ટમાં તેણે કોઇ જ સેફટી ગિયર વાપર્યુ ાહોતું તેણે કપાળે એક કેમેરો બાંધ્યો હતો અને તેનો દોસ્ત મેથ્યુ એડમ્સ પાળી પરથી તેનો વિડીયો લઇ રહયો હતો. આમ તો ભાઇસાહેબ સનસેટ જોવા માટે આ ટાવર પર ચડયા હતા, પણ ત્યાંથી જે મસ્ત નજારો જોયો  એટલે તેને જીવના જોખમે સ્ટન્ટ કરવાનું સુઝયું. એલ્વિસે લોખંડની પાતળી પાળી પર ઉભા રહીને હેન્ડસ્ટેન્ડ કર્યુ  હતું. એક હાથે બોડીને બેલેન્સ કર્યુ હતું. અને પછી પાળી પરથી નીચે એક હાથના બળે લટકયો પણ હતો. એલ્વિસ આ વિડીયો સાથે લખે છે કે તેણે આ પહેંલા આ હદે ક્રેઝી કહેવાય એવો અખતરો નહોતો કર્યો એટલે લોકો આ સ્ટન્ટને વખાણશે કેવખોડયો એની તેને ખબર નહોતી.

(3:50 pm IST)