Gujarati News

Gujarati News

News of Thursday, 15th March 2018

ગર્ભવતી મહિલાઓ રાતે પુરતી ઊંઘ લે એ જરૂરી

જે મહિલાઓ ગર્ભવતી છે.અને બાળકને જન્મ આપનારી છે તેમણે રાતે સારામાં સારી ઊંઘ લેવી જોઇએ એમ એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે.  ગર્ભવતી  મહિલાઓએ રાતે સૂતાં પહેલાં ડિનરમાં એસિડિક,તેલથી પ્રચુર અને એના બદલે હલકો અને પચવામાં ઇઝી હોય એવો ખોરાક લેવો જોઇએ. તેમણે વધારે પડતુ પાણી પણ પીવું ન જોઇએ, કારણ કે પાણીના કારણ ેરાત ટોઇલેટ કરવા ઊભા થવું પડે અને એના કારણે તેમની ઊંઘ ડિસ્ટર્બ થાય છે. ગર્ભવતી મહિલાઓએ સૂવા જવા પહેલાં કમ  સેે કમ એક કલાક પહેલાં જમી લેવું જોઇએ અને જમ્યા બાદ થોડી ચાલવું જોઇએ. આવી મહિલાઓએ ડાબા પડખે જ સુવાની આદત રાખવી જોઇએ, કારણ કે તેના બાળકને પૂરતા પ્રમાણ માં લોહી અને ન્યુટ્રિઅન્ટ્સનો પુરાવઠો મળે છે. જેમ-જેમ ગર્ભમાં બેબીનો વિકાસ થતો રહે તેમ  ગર્ભવતી મહિલાએ સીધાં સૂવાનું ટાળવુ જોઇએ,કારણ કે બેબીના વજનથી તેની  લોહીની નસો દબાય છે.સૂતા પહેલાં આવી મહિલાઓએ હળવું સગીત સાંભળવું જોઇએ.

(4:28 pm IST)