Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

યુરોપના કોઈ પણ શહેરમાં માત્ર આટલા રૂપિયામાં લોકો ઘર ખરીદી શકે છે

નવી દિલ્હી: યુરોપનાં કોઇ શહેરમાં માત્ર 100 રૂપિયામાં મકાન ખરીદી શકાય તેવી કોઇને કલ્પના પણ ના આવે. પરંતુ, ઇટલીના એક શહેરની સ્થાનિક સુધરાઇ ખુદ આ ઓફર આપી રહી છે. ઈટલીમાં જો તમે ઘર ખરીદવા ઈચ્છો છો, તો આનાથી સારી તક ક્યારેય મળશે નહીં. અહીંયા એટલી ઓછી કિંમતમાં ઘર મળે છે કે તમે વિચાર્યું પણ નહીં હોય. જોકે, ઘર ખૂબ જૂના છે અને તેનું સમારકામ કરવાની જરુરત પડી શકે છે. પુગ્લિયાના દક્ષિણપૂર્વ સ્થિત બિકારીમાં આ ઘરોને વેચવામાં આવી રહ્યા છે. મૂળ વાત એવી છે કે, મેયર જિયાનફિલિપો મિગ્નોગના એક ખાસ મિશન હેઠળ ખૂબ સસ્તાભાવે મકાન વેચી રહ્યા છે અને એ મિશન એવું છે કે અહીંયાથી લોકોના સ્થળાંતર કરવાની વીરાન થઈ ગયેલા શહેરને ફરી જીવંત કરવાનું છે. વેરાન બિકારી શહેરમાં ખાલી પડેલા મકાનની કિંમત એમ તો વધારે છે, પરંતુ જે મકાન જૂના થઈ ગયા છે, તેમને ફક્ત 1 યુરો (88 રુપિયા)માં વેચવામાં આવી રહ્યા છે. અહીંયા મોટા પ્રમાણમાં લોકો નોકરી કે અન્ય કારણોથી બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગયા છે. ખાસ કરીને અમેરિકા તેમની પહેલી પસંદ બન્યું છે. આના કારણે શહેર વેરાન બની રહ્યું છે. તેને ધ્યાનમા રાખીને મેયર જિયાનફિલિપો મિગ્નોગનાએ સ્પેશ્યલ ઓફ પર મકાન વેચવાનો પ્લાન તૈયાર કર્યો છે.

(6:21 pm IST)