Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

હે ભગવાન..... કોરોના વાયરસની ડરામણી તસ્વીર આવી સામે:જાણીને સહુ કોઈના હોશ ઉડી જશે

નવી દિલ્હી: કોરોના વાયરસે (Coronavirus) સમગ્ર દુનિયામાં ભયંકર તબાહી મચાવી છે. ભારતમાં ભલે કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા હોય પરંતુ કેટલાક દેશોમાં સ્થિતિ ફરીથી ચિંતાજનક થઈ છે. આ બધા વચ્ચે કોરોનાના ડરામણા રૂપને દર્શાવતી એક વધુ તસવીર સામે આવી છે. ઈટાલીમાં કોરોનાના કારણે એક મહિલાની આંગળીઓમાં ગેંગરીન(Gangrene) થઈ ગયું. મહિલાની આંગળીઓ કાળી પડી ગઈ. ત્યારબાદ આખરે તેને કપાવવાનો વારો આવ્યો.

         ડોક્ટરોએ જણાવ્યું કે લોહી જામી જવાના કારણએ મહિલાની આંગળીઓ કાપવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો. મહિલાની ઉંમર 86 વર્ષની હોવાનું કહેવાય છે. યૂરોપિયન જર્નલ ઓફ વાસ્ક્યુલર એન્ડ એન્ડોવાસ્ક્યુલર સર્જરીમાં પ્રકાશિત રિપોર્ટમાં કહેવાયું છે કે મહિલા વાયરસના કારણે સાઈડ ઈફેક્ટનો ભોગ બની. જે વાયરસથી થનારી બીમારીનું ગંભીર સ્વરૂપ છે. પીડિત મહિલા ગત વર્ષે કોરોના પોઝિટિવ થઈ હતી.

 

(6:20 pm IST)