Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

બર્લિન તેમજ શિકાગોમાં ગોળીબારીની ઘટનામાં એકનું મૃત્યુ: 9 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:જર્મનની રાજધાની બર્લિન તેમજ શિકાગોના દક્ષિણી વિસ્તારમાં થયેલ ગોળીબારીની ઘટનામાં એક શખ્સનું મૃત્યુ નીપજ્યું છે તેમજ અન્ય 9ને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. બર્લિનમાં શુક્રવારના રોજ સંગીત સમારોહમાં કાર્યક્રમના સ્થળની સામે ગોળીબારીની ઘટના બની હતી જેમાં ત્રણ લોકોને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

                    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બર્લિનના પોલીસ  અધિકારીઓએ  આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શહેરના મધ્યમાં પાટ્ર્સડૈમ પ્લાજો નજીક અજાણ્યા લોકોએ ખુલ્લેઆમ ગોળીબારી કરી હતી તેમજ ગોળીબારી કરીને તે ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયા હોવાનું જાણવામાં આવી રહ્યું છે. 

(6:33 pm IST)