Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

પાકિસ્તાનમાં માર્ગ અકસ્માતમાં 12ના મૃત્યુથી અરેરાટી:23થી વધારે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં એક અનિયંત્રિત વાહન પલ્ટી ખાતા ઓછામાં ઓછા 12 લોકોના મૃત્યુ નિપજ્યા છે ઘાયલ લોકોમાં મહિલાઓ તેમજ બાળકોનો સમાવેશ થતા  23 લોકોને ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. તેમને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

                   વધુમાં મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  શુક્રવારના રોજ પ્રાંતમાં જાલ મગસી જિલ્લાના બજજા વિસ્તાર નજીક રાજમાર્ગ પર આ અકસ્માત વાહનચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. ચાલકે નિયંત્રણ ખોઈ બેસતા  ગાડી ખાડામાં જઈને પડી હતી  જેના કારણોસર 12 લોકો કાળનો કોળિયો બન્યા છે.

(6:31 pm IST)