Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

મિનિ રોનાલ્ડો તરીકે ઓળખાય છે બે વર્ષનો આ ટાબરિયો

લંડન,તા.૧૫:બે વર્ષનો ટાબરિયો ફુટબોલની કલાબાજી કરીને સીધો વોશિંગ મશીનના ડ્રમમાં ફુટબોલ નાખે છે એનો વિડિયો તેની મમ્મી ડેઇઝી વેબ્સ્ટરે સોશ્યલ મીડિયા પર મૂકયો ત્યારથી સોશ્યલ મીડિયા પર એ ચર્ચાનો વિષય બન્યો છે. કોઈને તેનામાં ડેવિડ બેકહેમ તો કોઈને રોનાલ્ડો દેખાય છે.

અન્ય એક વિડિયોમાં આ ટાબરિયું કોરિડોરના એક છેડાથી ફુટબોલને કિક મારીને બેડરૂમમાં મૂકેલી નાની બાસ્કેટબોલ-નેટમાં નાખે છે. ટેડના આ વિડિયોને ૨૪ કલાકમાં જ ૨૦૦૦ જેટલી લાઇકસ મળી છે.

ટેડની મમ્મી કહે છે કે ઘરમાં તેને માટે ઘણાં રમકડાં લાવ્યાં હોવા છતાં ફુટબોલ હંમેશાં તેની પહેલી પસંદગી રહ્યો છે. ચાલતાં શીખવા સાથે જ ટેડ ફુટબોલને કિક મારતાં શીખ્યો છે. અમે કયાંક બહાર જતા હોઈએ તો પણ ફુટબોલ સાથે જ હોય. ટેડ રોજ ઘરમાં અવનવી ટેકિનકસ ટ્રાય કરીને પોતાની રમતમાં કૌશલ ઉમેરતો હોય છે.

(3:19 pm IST)