Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

૨.૩૨ અબજ રૂપિયાના આ કરોડપતિ માલિકને લગ્ન કરીને લકઝરી હોલિડેઝ પર જવું છેઃ છે કોઈ ધ્યાનમાં?

ન્યુયોર્ક,તા.૧૫: મલ્ટિ-મિલ્યનેર એન્ડી સ્કોટ જીવનમાં સફળતા મેળવ્યા બાદ હવે પોતાની અંગત જિંદગી પર ધ્યાન આપવા માગતો હોવાથી ૪૧ વર્ષની વયે પોતાને માટે યોગ્ય પાત્ર તલાશી રહ્યો છે. ૨૫૦ લાખ ડોલરની સંપત્ત્િ। ધરાવતો લંડન સ્થિત ઇન્વેસ્ટમેન્ટ કંપની આરઈએલ કેપિટલનો માલિક એન્ડી એવી જીવનસંગિની શોધી રહ્યો છે જેને હવામાં ઊડવાનો તેમ જ બરફમાં સ્કીઇંગ કરવાનો શોખ હોય એ હિસાબે સંબંધ બરાબરીમાં જ શોભે એથી તે ઇચ્છે છે કે તેની પત્ની વિનમ્ર અને સુંદર હોવાની સાથે પોતાના ક્ષેત્રમાં સફળ અને પૈસાપાત્ર પણ હોવી જોઈએ.

આ પહેલાં એટમિક કિટન સ્ટાર લીઝ મેક કલેરન નામની તેની ગર્લફ્રેન્ડ હતી, પરંતુ તેને હવામાં ઊડવાનો ડર લાગતો હતો. એન્ડીનું કહેવું છે કે તેઓ બન્ને સારા મિત્ર છે, પણ મને રોમાંચક અને એડ્વેન્ચર્સ જીવનશૈલી પસંદ છે, જયારે તે શાંતિપ્રિય છે.

એન્ડી ૨૬ વર્ષની વયે કરોડપતિ બન્યો હતો, પરંતુ ૩૦ વર્ષની વયે એક નાણાકીય કટોકટીમાં તેણે પોતાની મૂડી ગુમાવી દીધી હતી. ત્યાર બાદ ફરીથી તેણે પોતાના બિઝનેસ પર ધ્યાન આપીને કંપનીને નવી ઊંચાઈએ લઈ ગયો અને હવે કંપની સધ્ધર હોવાથી તે પોતાના જીવનમાં સેટલ થવા યોગ્ય પાત્રની શોધ કરી રહ્યો છે.

(3:19 pm IST)