Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

PubG રમતાં-રમતાં પ્રેમ થયો અને લગ્ન કરી નાખ્યા

નવી દિલ્હી તા.૧૫: ભારતમાં પણPubG મોબાઇલ ગેમ રમવાથી ખતરનાક આડઅસરો થવાના સમાચારો આવી રહયા છે. આ ગેમ રમવાને કારણે પરિવારોમાં કલેશ વધતો હોવાથી ગુજરાત સરકારે પ્રાઇમરી સ્કૂલમાં આ ગેમ રમવા પર પાબંદુ મુકી હતી. જમ્મુમાં આ ગેમ વધુ પડતી રમવાને કારણે એક યુવક માનસિક સંતુલન ગુમાવી ચૂકયો હોવાના સમાચાર પણ આવ્યા હતા. જો કે તાજેતરમાં PubG પર લાગેલું મહેણું ભાંગે એવા સમાચાર આવ્યા છે. વાત એમ છે કે અહીં ગેમ રમતા બે ખેલાડીઓ એકબીજાના પ્રેમમાં પડી ગયા અને હવે તેમણે લગ્ન પણ કરી લીધાં છે. નોરહાન-અલ-હશીશ નામના ભાઇ વર્ષોથી આ ગેમ રમતા હતા. પહેલાં તે કોઇપણ પ્લેયર અવેલેબલ હોય તેની સાથે રમતો, પણ એવામાં એક વાર એક છોકરી સાથે પણ તેણે રમવાનું શરૂ કર્યું. ખાસ્સો સમય ઓનલાઇન ગેમ રમ્યા પછી તેમની વચ્ચે ગેમ સિવાયની વાતચીત શરૂ થઇ.એ દોસ્તી ગહેરી થઇ અને હવે તો તેમણે લગ્ન પણ કરી લીધાં. તાજેતરમાં આ ભાઇએ પોતાની લવ સ્ટોરીનો આ પહેલું ટ્વિટર દ્વારા શેર કર્યો હતો. એમાં વેડિંગની તસ્વીરો સાથે લખ્યું છે, ' PubG થી શરૂઆત થયેલી, હવે અમે અહીં છીએ.'

(3:50 pm IST)