Gujarati News

Gujarati News

News of Friday, 15th February 2019

બીપીની તકલીફવાળા મિત્રો માટે ખાસ આ ઉપાય, અજમાવો અને સ્વસ્થ રહો...

શરીરમાં સુગરનું પ્રમાણ નિયંત્રણમાં રાખવાનો સૌથી સારો અને સરળ રસ્તો છે પૌષ્ટિક આહાર. કોઈ પણ આહારનું સુગર લેવલ ગ્લીસેમિકઈન્ડેકસ એટલે કે GL દ્વારા માપવામાં આવે છે. આથી જે લોકો સુગર લેવલ ઓછું કરવા માંગતા હોય તેઓએ એવા ખોરાક લેવો જોઈએ જેનું GL ઓછું અથવા મીડીયમ હોય.

આ ઉપરાંત, અમુક લોકો વધુ  GL ઈન્ડેકસવાળા ખોરાકને કવર કરવા માટે જમવામાં ઓછા GL ખોરાકનું મિશ્રણ કરે છે જેનાથી સુગર લેવલ જળવાઈ રહે.

દરેક પ્રકારના ફળોઃ પાઈનેપલ અને તરબૂચને બાદ કરતાં બીજા દરેક ફળોમાં GL લેવલ પપ અથવા તેનાથી ઓછું હોય છે કારણ કે મોટા ભાગના દરેક ફ્રુટમાં પાણી અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે જેને કારણે કુદરતી રીતે સુગરનું લેવલ સંતુલિત થઈ જાય છે. ફ્રુટમાં રહેલા સુગરને ફ્રુકતદઝ કહેવાય છે.

શક્કશિયાઃ આપણે દરરોજ ખાતાં હોઈએ એવા બટાકામાં GL લેવલ વધુ હોય જે જ્યારે શક્કરિયા એટલે કે ગબ્યા બટાકામાં GL લેવલ ઓછું તો હોય છે જ સાથે તે શરીર માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. આ ઉપરાંત એક અભ્યાસ દરમિયાન એવું પણ જાણવા મળ્યું છે કે શક્કરિયા, ડાયાબીટીસના કેટલાક લક્ષણો ઘટાડી શકે છે.

બદામઃ બદામમાં ફાઈબર તો ભરપૂર હોય છે પણ તેની સાથે સાથે તેનો GL સ્કોર પણ ખબ જ હોય છે. તેમાં પ્રોટીન, ફેટી એસિડ પણ હાજર હોય છે. ૨૦૧૪ના એક અભ્યાસમાં સાબિત પણ થયું હતું કે બદામ ડાયાબીટીસના દર્દીઓ માટે લાભકારક છે.

ઘઉંની બ્રેડઃ મોટા ભાગની દરેક બ્રેડમાં સુગર અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધારે હોય છે જે કારણે બ્રેડ ન ખાવી જોઈએ. પરંતુ પમ્પર્નિકલ બ્રેડ અને ઘઉંની બ્રેડમાં  GL સુગર લેવલ પપ અથવા તેનાથી ઓછું હોય છે કારણ કે તેમાં રહેલા પોષકતત્વો ખૂબ જ ઓછી પ્રક્રિયામાંથી પસાર થાય છે.

(9:48 am IST)