Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

કીટકોએ લીધો આ માસુમ બાળકનો જીવ

નવી દિલ્હી:અમેરિકાના લાયમ નામના એક માસુમ બાળકનો જીવ માસ ખાનાર જીવજંતુને લીધે ગયો છે.બ્રિટિશ વેબસાઈટ દ્વારા મળેલ માહિતી મુજબ અમેરિકાના રાજ્ય ઓરેગોનમાં 13 જાન્યુઆરીના રોજ આ બાળક સાઇકલ ચલાવી રહ્યો હતો એ દરમિયાન તે પડી ગયો અને હેન્ડલ તેમના પગમાં વાગી જવાના કારણે તેમને એટલી ઇજા વધતી ગઈ કે તેમનો પગ માસ ખાનાર જીવડાંનો શિકાર બનતો ગયો અને તેને સર્જરી કરાવવાની નોબત આવી જેના કારણે આ બાળકનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે.

(5:51 pm IST)
  • વડાપ્રધાન નરેન્દ્રભાઈ આજે અરૂણાચલ- ત્રિપુરાની મુલાકાત સમયે અનોખા અંદાજમાં જોવા મળ્યા હતા. સભા દરમ્યાન તેઓ સ્થાનિક પહેરવેશમાં જોવા મળ્યા હતા. તેમણે અહીંયા દોરજી ખાંડુ રાજ્ય સભાગારનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે તેમણે કહ્યું કે હવે સરકાર દિલ્હીથી નહીં, દેશના ઘણા હિસ્સાઓમાંથી લોકો ચલાવી રહ્યા છે. પીએમ ત્રિપુરામાં બે ચૂંટણી રેલીઓને સંબોધશે. ત્રિપુરા વિધાનસભા માટે 18 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. access_time 4:12 pm IST

  • દિલ્હીઃ ''આપ''ના વિધાનસભ્યોને ડીસમસ કરવા અંગે આજે કોર્ટમાં સુનાવણી access_time 4:10 pm IST

  • દુનિયામાં માત્ર ૫ ટકા મહિલાઓ ગણિત અને નેચરલ સાઈન્સ ક્ષેત્રમાં કામ કરે છેઃ એન્જીનીયરીંગમાં ૮ ટકા અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ૧૫ ટકા મહિલાઓ access_time 4:11 pm IST