Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ફિલિપીન્સમાં છે ફાઇવસ્ટાર મહેલની ફીલ આપે એવું પબ્લિક ટોઇલેટ

પેટ્રોલ-પમ્પ કે હાઇવે પરની હોટેલોમાં જે પબ્લિક ટોઇલેટ હોય છે એમાં ઘૂસવું હોય તો નાક પર મોટો રૂમાલ દાબીને થોડીક ક્ષણો માટે તો લિટરલી શ્વાસ રોકી દેવો પડે છે. કદાચ આવી હાલત માત્ર ભારતમાં જ નહીં, ઘણા દેશોમાં છે. જોકે ફિલિપીન્સના કયુએઝોન શહેરમાં એક ગેસ-સ્ટેશન પરનું ટોઇલેટ સાવ જ દુદો અનુભવ કરાવે છે. આ ટોઇલેટનો દરવાજો ખોલતાં જ આશ્ચર્યથી શ્વાસ બંધ થઇ જાય એમ છે. જાણે કોઇ રાજમહેલ હોય એમ વુડન ફ્રેમની વચ્ચે ટોઇલેટ-કમોડ રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, પાસેનું વોશ-બેસિન અને મિરર પણ વુડન કોતરણીથી બનાવેલાં એકદમ રોયલ છે. કમોડની એકદમ બાજુમાં એક બુકશેલ્ફ પણ છે અને એક ફિકસ ફોન પણ તાજેતરમાં એક સોશ્યલ મીડિયા-યુઝરે આ પેલેસ જેવા પબ્લિક ટોઇલેટની તસવીરો શેર કરી છે. પોતાના ઘરનું બાથરૂમ છોડીને રોજ અહીં આવવાનું મન થાય એવું પબ્લિક ટોઇલેટ કયાંય જોયું છે?

(4:13 pm IST)