Gujarati News

Gujarati News

News of Thursday, 15th February 2018

ડ્રાયકલીનિંગમાં આપેલો વેડિંગ-ડ્રેસ ફેસબુકને કારણે ૩ર વર્ષે પાછો મળ્યો

ન્યુયોર્ક તા. ૧પ :.. અમેરિકાના ઓહાયોમાં રહેતી મિશેલ હાર્વિલ નામની મહિલાનાં લગ્ન ૧૯૮પ માં થયા હતાં. એ પછી ડ્રાયકલીનીંગમાં આપેલો તેનો ડ્રેસ ખોવાઇ ગયો. પોતાનાં લગ્નનો ડ્રેસ હવે કદી પાછો જોવા નહીં મળે એવું માની લઇને મિશેલે મન મનાવી લીધું હતું. વિલોવિક શહેરના જે ડ્રાયકલીનરને એ આપવામાં આવેલો તેની શોપ પણ બંધ થઇ જતા હવે એ ડ્રેસ પાછો મળે એવી કોઇ શકયતા રહી નહોતી. જો કે બીજી તરફ એ જ શહેરમાં રહેતી એમી બાર્ટલબોગ નામની યુવતી તેના ઘરમાં પોતાની મમ્મીનો વેડિંગ-ડ્રેસ શોધી રહી હતી ત્યારે તેને બોસકમાંથી  કંઇક ભળતો જ ડ્રેસ મળી આવ્યો હતો. તેની મમ્મીના કહેવા મુજબ એ તેનો ડ્રેસ નહોતો. એમીએ આ ડ્રેસની તસ્વીર ફેસબુક પર મુકી. ચોથી ફેબ્રુઆરીએ આ પોસ્ટ મુકાઇ અને ફરતાં-ફરતાં એ મિશેલ પાસે આવી પહોંચી. મિશેલ પોતાનો વેડિંગ-ડ્રેસ જોઇને ઊછળી પડી. જો કે હવે એમી તેની મમ્મીનો વેડિંગ -ડ્રેસ શોધી રહી છે. તેને આશા છે કે આમ જ સોશ્યલ મીડિયા પરથી તેને પણ પોતાની મમ્મીનો ડ્રેસ મળી જશે.

(11:14 am IST)