Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ઓએમજી..... દરરોજ આટલા કેસ વધતા હોવા છતાં પણ બ્રિટને વિદેશી પ્રવાસીઓ માટે નિયમો કર્યા હળવા

નવી દિલ્હી: કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ભારત સહિત વિશ્વભરમાં લોકોની ચિંતાનો વિષય બન્યો છે. ભારતમાં સતત એક લાખ જેટલા પોઝિટિવ કેસ આવી રહ્યા છે. તો આવી જ સ્થિતિ અમેરિકા, બ્રિટન અને યુરોપિયન દેશોની છે, પરંતુ છેલ્લાં બે વર્ષથી કોરોનાના ઓછાયા હેઠળ જીવતા લોકો હવે જાણે કંટાળ્યા હોય એમ આવી કપરી સ્થિતિમાં પણ અર્થતંત્રને ચલાવવા થોડી છૂટછાટ લેતા જોવા મળી રહ્યા છે. આ યાદીમાં સૌપ્રથમ દેશ બન્યો છે બ્રિટન. ઇંગ્લેન્ડે તમામ વિદેશી પ્રવાસીઓ માટે પરીક્ષણ અંગેના નિયમો સરળ બનાવ્યા છે, જેની અમલવારી શુક્રવારથી (7 જાન્યુઆરી) શરૂ પણ થઈ ગઈ છે. સરકારે ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીની અપીલને પગલે કોરોનાને લગતા નિયમો હળવા કર્યા છે, એટલે કે હવે ઇંગ્લેન્ડમાં પ્રવેશનાર પ્રવાસીઓએ આગળ મુસાફરી કરતાં પહેલાં કોઈ જ પરીક્ષણ કરાવાની જરૂર નથી, શરત માત્ર એટલી કે તે ફુલ્લી વેક્સિનેટેડ એટલે વેક્સિનના બંને ડોઝ લઈ લીધા હોવા જરૂરી છે. આટલું જ નહીં, ઇંગ્લેન્ડમાં આગમન થયા બાદ પીસીઆર ટેસ્ટ કરાવવાને બદલે યાત્રી સસ્તો લેટરલ ફ્લો લઈ શકે છે. બ્રિટન સરકાર સેલ્ફ આઈસોલેશનના નિયમમાં પણ બદલાવ લાવવાની વિચારણા કરી રહ્યું છે.

(5:55 pm IST)