Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

ઉડતા વિમાનમાંથી પડ્યું કંઈક એવું.....બાળકો સહીત અન્ય 60 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:મંગળવારે સાંજે લોસ એન્જેલસ એરપોર્ટથી ચીનના શંધાઈ શહેર જઈ રહેલું વિમાન અચાનક તેના એન્જીનમાં કંઈક ગડબડી આવતા ઈમરજન્સી લેન્ડ કરાયું હતું. પરંતુ ઈમરજન્સી લેન્ડિંગની પ્રક્રિયા હેઠળ મોટે ભાગે વિમાન પોતાના ઈંધણને ઓછું રાખતું હોવાથી તેને રસ્તામાંજ ઢોળી દેવું પડ્યું. જેટ ફ્યુલ પાંચ પ્રાઈમરી સ્કૂલ અને એક હાઈસ્કૂલ પર પડ્યું. કારણે બાળકો સહિત 60 લોકો ઘાયલ થઈ ગયા.

લોસ એન્જેલસ કાઉન્ટી દમકલ વિભાગના નિરીક્ષક સીન ફગ્યુસને જણાવ્યું હતું કે જેટ ફ્યુલના કારણે સૌથી વધુ પ્રભાવિત શાળા કુડાહીમાં પાર્ક એવેન્યુ એલીમેન્ટરી હતી. જ્યાં 20 બાળકો અને 11 લોકોને મામુલી ઈજા પહોંચી હતીસ્કૂલ એરપોર્ટથી લગભગ 31 કિલોમીટર દુર છે. જેના કારણે તે વિસ્તારમાં નાસભાગ મચી ગઈ. ઘણા બાળકોએ જલન થવાની ફરિયાદ કરી. ઈમરજન્સી સર્વિસને મોકલવામા આવી. મોટાભાગના બાળકોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ રજા આપી દેવામાં આવી.

(6:07 pm IST)