Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

બાંગ્લાદેશમાં સરસ્વતી પૂજાને લઈને વિવાદ સર્જાયો: સેંકડો વિદ્યાર્થીઓએ રસ્તા પર પ્રદર્શન શરૂ કર્યું

નવી દિલ્હી:બાંગ્લાદેશ (Bangladesh) માં વસંત પંચમીના દિવસે મનાવવામાં આવતી સરસ્વતી પૂજા (Saraswati Puja) ને લઈને બબાલ મચી છે. હકીકતમાં ઢાકામાં 30 જાન્યુઆરીના રોજ (સરસ્વતી પૂજા વિસર્જન) બે સ્થાનિક ચૂંટણીઓને જોતા ત્યાંના હિન્દુ સંગઠનોએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. હિન્દુ સંગઠનોની માગણી હતી કે સ્થાનિક ચૂંટણીઓને રિશેડ્યુલ કરવામાં આવે. પરંતુ કોર્ટે તેનો ઈનકાર કરતા અરજીને ફગાવી દીધી હતી.

હાઈકોર્ટમાં જસ્ટિસ જેબીએમ હસન અને જસ્ટિસ એમ ડી ખેરૂલ આલમની પેનલે 14 જાન્યુઆરીના રોજ અરજીકર્તા, રાજ્ય અને ચૂંટણી પંચના વકીલની સુનાવણી બાદ આ આદેશ આપ્યો. આ આદેશ બહાર પડતા જ સેંકડોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુસ્સામાં રાતાપીળા થઈ ગયા અને તેમણે શાહબાગ વિસ્તારમાં ભેગા થઈને મોટા પાયે પ્રદર્શન શરૂ કરી દીધું. 

(6:06 pm IST)