Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

દેડકાના સ્ટેમ સેલમાંથી જસ્ટ-૧ મિલીમીટરનો દુનિયાનો પહેલો સેલ્ફ-હીલિંગ રોબો બનાવ્યો, જે માણસના શરીરમાં ફરી શકશે

અમેરીકાની વર્મોન્ટ અને ટફટ્સ યુનિવર્સિટીએ મળીને એક રોબો બનાવ્યો છે, જે માણસના શરીરની અંદર ફરી શકે છે. આ એવો રોબો છે, જે જીવતો અને જાતે જ હીલીંગ કરી શકે એવો છે. યુનિવર્સિટીનુંકહેવું છે કે , આ કોઇ પરંપરાગત રોબો નથી અને ન એ કોઇ જાનવરની પ્રજાતિ છે. જસ્ટ એક મિલીમીટરથી પણ નાનો આ લિવિંગ રોબો કોઇ પણ પ્રકારના ફૂડ વિના અનેક અઠવાડીયાઓ સુધી જીવિત રહી શકે છે. સાયન્ટિસ્ટોનો દાવો છે કે, આ રોબો એ એક નવા પ્રકારના જીવનનું સ્વરૂપ છે, એનું એકસોનોબોટ્સ પાડવામાં આવ્યું છે, જે જાતે જ પોતાની સારવાર પણ કરી લઇ શકે છે.

સંશોધકોએ દેડકાના ભ્રુણમાંથી જીવંત સ્ટેમ સેલ્સ કાઢીને એને એગ્સ પર છોડી દેવામાં આવ્યા, એપછી સુપર કમ્મ્પ્યુટર દ્વારા ડિઝાઇન કરેલા ખાસ બોડી ફોર્મ્સમાં એ કોશિકાઓ તબદિલ કરવામાં આવી.

(3:45 pm IST)