Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

વેનિલા ફલેવરનું કોલા પીધું છે? જપાનમાં મળશે

ટોકીયો તા. ૧પઃ વેનિલા ફલેવર દૂધ અને આઇસક્રીમમાં બહુ સરસ લાગે, પણ કયારેય કાર્બોનેટેડ પીણામાં વેનિલા ફલેવરનીકલ્પના પણ ન થઇ શકે. જોકે આવી અળવીતરી કલ્પના જપાનની એક સોફટ-ડ્રિન્ક કંપનીએ કરી છે. એટલું જ નહીં, એકલ્પનાને સાકાર કરીને માર્કેટમાં વિયર્ડ ફલેવરની હારમાળા લોન્ચ કરી દીધી છે. શિન્ઝુકા નગરની કિમુરા બેવરેજ કંપનીએ કોઇએ ધારણા ન રાખી હોય એવા ફલેવર્સનાં પીણાં બનાવ્યાં છે; જેમ કે કોકા વેનિલા, કરી કોલા, મેલન બ્રેડ કોલા, ઇલ (માછલીની જાતિ) કોલા....

આ પહેલાં જપાનમાં જ પેપ્સી અથવા કોકા કોલા એપલ જેવાં પીણાની લિમિટેડ એડિશન બજારમાં મૂકવામાં આવી હતી. પીણાંના સ્વાદ, સોડમની બાબતમાં કિમુરા અન્ય ડ્રિન્કસ કંપનીઓથી જુદી પડે છે. કિમુરાની વિશેષતાઓમાં પ્લમના ફળનું અથાણું, માછલીનાં ઇંડાં અને બટાટાની ચિપ્સના સ્વાદ અને   સોડમનો પણ સમાવેશ છે.કિમુરાનાં ફકત અવનવાં નામો અને લેબલ્સ નહીં, અનેક બાબતમાં ઓફબીટ પીણાં હોય છે. કિમુરા એક ફલેવર ડેવલપ કરવા માટે એક વર્ષ જેટલો સમય મહેનત અને પ્રયોગો કરવા માટેફાળવે છે. કિમુરાનાં પીણાંના ૧૦૦માંથી લગભગ ૬૦ ફલેવર્સ અસાધારણ અને અનપેક્ષિત પ્રકારની હોય છે.

(11:57 am IST)
  • શેરબજારમાં પ્રારંભે થોડો કડાકો બોલ્યો : સેન્સેકસમાં ૮૦.૧૨ અંકનો ઘટાડોઃ ૪૧,૮૭૨.૫૧ ખુલ્યું: નિફટીઃ ૧૨.૯૦ અંકનો ઘટાડો ૧૨,૩૪૯.૪૦ access_time 1:01 pm IST

  • સ્ટેટ બેંકે વ્યાજ દર ઘટાડ્યા : 1 થી 10 વર્ષ સુધીની એફ.ડી.ઉપર 0.15 પૈસાનો ઘટાડો : 10 જાન્યુઆરી 2020 થી અમલ access_time 12:51 pm IST

  • માઇકલ દેબબ્રત પાત્રા રિઝર્વ બેન્કના નવા ડેપ્યુટી ગવર્નર : પાત્રા ફુગાવા અને ઘટતા જીડીપી ગ્રોથ વચ્ચે મોનેટરી પોલીસી વિભાગ સંભાળશે access_time 4:08 pm IST