Gujarati News

Gujarati News

News of Tuesday, 14th January 2020

આફ્રિકી દેશ નાઇજીરિયામાં આતંકવાદી હુમલો: 89 સૈનિકોના મૃત્યુ

નવી દિલ્હી:આફ્રિકાના પશ્ચિમી નાઇઝર દેશમાં સૈન્યની એક શિબિર પર ત્રણ દિવસ પહેલા થયેલા જિહાદી હુમલામાં મૃતક સૈનિકોની સંખ્યા વધીને 89 થઈ ગઈ છે.રવિવારે નાઈઝર સરકારના પ્રવક્તા ઝકારિયા અબ્દુર્રહમાને કહ્યું કે, સંપૂર્ણ શોધખોળ બાદ મિત્ર પક્ષના 89 અને દુશ્મન પક્ષના 77 લોકો માર્યા ગયાની પુષ્ટિ થઈ છે. હુમલો પશ્ચિમી તિલાબેરીના ચિનેગોદાર ક્ષેત્રમાં થયો, જે બુર્કિના ફાસોની સરહદ પાસે આવેલો છે. દુખદ ઘટના બાદ દેશમાં ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. આફ્રિકી દેશ નાઇઝરમાં એક સૈન્ય શિબિર પર ગુરુવારે હથિયારયુક્ત હુમલાખોરોએ હુમલો કર્યો હતો, સમયે 25 સૈનિકોના મોતની વાત બહાર આવી હતીઆજે સોમવારે મૃત્યુઆંક વધીને 89 થયો છે.

 

    નાઇઝરનો વિસ્તાર સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સંવેદનશીલ માનવામાં આવે છે.

હજુ સુધી હુમલાની કોઈ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી. પરંતુ આઈએસ સાથે સંલગ્ન સંગઠનોનો હુમલામાં હાથ હોવાની પ્રાથમિક વિગતો બહાર આવી છે. સાથે નાઇઝર સરકારે સ્પષ્ટતા કરી છે કે, આતંકવાદ સામે સરકાર મજબૂત રીતે લડત આપશે અને કોઈ પણ સંજોગોમાં ઝુકશે નહીં.

 

(3:00 pm IST)