Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

પેસિફિક મહાસાગરમાં આવેલ ગાલાપોગસ આઇલેન્ડ પર 40 ટકા કાચબાની પ્રજાતિ વધી

નવી દિલ્હી:કાચબાની પ્રજાતિ લુપ્ત થવાને આરે છે તેવામાં 100 વર્ષના કાચબાની પ્રજાતિને બચાવવામાં મહત્ત્વની છે. 80 કિલોગ્રામ વજનનો કાચબો 1-2 નહીં, પણ 800 કાચબાનો પિતા છે. આશરે 50 વર્ષ પહેલાં ગાલાપોગસ આઈલેન્ડ પર માત્ર બે મેલ કાચબા અને 12 ફિમેલ કાચબા હતા. તેવામાં વર્ષ 1965માં ડીએગો પ્રજાતિના એક મેલ કાચબાને કેપ્ટિવ બ્રીડિંગ પ્રોગ્રામ હેઠળ દક્ષિણ કેલિફોર્નિયામાં આવેલા સાંતા ક્રૂઝ આઇલેન્ડના ઝૂમાં લાવવામાં આવ્યો હતો. તેને સૌથી પહેલાં 12 ફિમેલ કાચબા સાથે રાખવામાં આવ્યો. કાચબાની વસતી વધવાની શરૂઆત વર્ષ 2000થી થઈ. 800 કાચબાના જન્મમાં ડીએગોની મહત્ત્વની ભૂમિકા રહી છે. આશરે 5 દસકા સુધી પોતાની પ્રજાતિને બચાવવા અને વિસ્તારવામાં તેણે ફાળો આપ્યો. માર્ચ મહિનાથી તે આ કામમાંથી નિવૃત્ત થઈ રહ્યો છે, હવે તેને પરત તેના ઘરે પેસિફિક મહાસાગરમાં આવેલ ગાલાપોગસ આઇલેન્ડ પર મોકલી દેવામાં આવશે.

(6:11 pm IST)