Gujarati News

Gujarati News

News of Monday, 13th January 2020

બગદાદમાં અમેરિકી એયરબેઝ પર 8 રોકેટ છોડવામાં આવતા 4 સૈનિક ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ઇરાકના અલ બલાદ સ્થિત અમેરિકી એયરબેઝ પર 8 રોકેટ છોડવામાં આવ્યા છે. જેમાં ચાર સૈનિકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. ઘાયલ સૈનિકોમાં બે ઈરાકી ઓફિસર અને બે એયરમૈનનો પણ સમાવેશ થઇ રહ્યો છે.ત્યાં અમેરિકી સૈનિકોનો નિવાસસ્થાન હતો.એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  4ઈરાકી એયરમૈનને પણ ઇજા પહોંચી છે.

                      મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ હુમલાને ઇરાનના હુમલા સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે કારણ કે 4 દિવસ પહેલા ઈરાને અમેરિકી એયરબેઝ પર મિસાઈલ છોડી હતી. આ મિસાઈલ હુમલામાં યુક્રેનનું એક વિમાન પણ ક્રેશ થઇ ગયું હતું જેમાં 176યાત્રીઓના મૃત્યુ નિપજ્યા હતા.

(6:08 pm IST)