Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

છેલ્લા 14 વર્ષથી કોમામાં હતી તો પછી બાળકને જન્મ કેમ આપ્યો ? : આખું ગામ ચકરાવે ચડ્યું

યુએસના એરિઝોનમાં ઘટના :બાળકનો પિતા કોણ ? :અધિકારીઓ દ્વારા તપાસ શરૂ

એરિઝોના :છેલ્લા 14 વર્ષ સુધી કોમામાં રહેતી એક મહિલાએ બાળકને જન્મ આપ્યો છે.પોલીસે જાતીય હિંસાની શક્યતા હોવાથી તપાસ હાથ ધરી છે. પરંતુ પ્રશ્નો એ ઉદ્ભભવે છે કે આવી હાલતમાં મહિલા સંબંધ બાધવા માટે સંમતિ કઈ રીતે આપી શકે? Thesun.co.ukનાં અહેવાલ અનુસાર આ કેસ યુએસના એરિઝોનાનો છે.

 અહેવાલ મુજબ મહિલાની ડિલેવરી પહેલા હોસ્પિટલના કર્મચારીઓને ખબર ન હતી કે તે ગર્ભવતી છે. હવે અધિકારીઓ એ શોધવાનો પ્રયાસ કરે છે કે બાળકના પિતા કોણ છે. સ્ત્રીની ઓળખ જાહેર કરવામાં આવી નથી. લગભગ 14 વર્ષ પહેલાં ડૂબવાનાં કારણે સ્ત્રી કોમામાં ચાલી ગઈ હતી.

  અહેવાલ અનુસાર મહિલાએ 29 ડિસેમ્બરના રોજ બાળકને જન્મ આપ્યો હતો અને તેની સ્થિતિ પણ સારી છે. મહિલાને હૉસ્પિટલમાં સતત મદદની જરૂર પડે છે. સામાન્ય રીતે કોઈ પણ તેના રૂમમાં આવી શકતું હતું. જોકે, બાળકના જન્મ પછી લોકોના આગમનના સંદર્ભમાં નિયમો બદલાઈ ગયા છે. તેમજ નર્સિંગ સુવિધાના અધિકારીઓએ આ બાબતે કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો છે.

(10:33 pm IST)