Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં લેન્ડલાઈન ફોનમાંથી નીકળ્યા હજારો વંદા

સાફસૂફી કરાઈ ત્યારે ભંગાર થયેલા ફોન ઉઠાવ્યો અને દ્રશ્ય જોયું તો સૌકોઈ ધ્રુજી ઉઠ્યા

સિડની : લોકો સારી સારી કંપનીની વસ્તુઓનો ઉપયોગ કરી ઘરમાંથી કીડી મકોડા અને વંદાને દૂર રાખતા હોય છે કારણ કે આ પ્રકારના જીવ જંતુ ઘરમાં ગંદકી કરવાની સાથે બીમારી પણ ફેલાવે છે. તેમ છતાં જો ઘરમાં એક બે નહીં હજારોની સંખ્યામાં વંદા જોવા મળે તો ? આ નજારાની કલ્પના પણ ધ્રુજારી કરાવી દે તેવી છે. પરંતુ આ દ્રશ્ય એક પરીવારએ જોયું છે. આ ઘટના ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બની હતી જ્યાં ઘરના સ્ટોરમાં રાખેલા લેન્ડલાઈન ટેલીફોનમાં હજારોની સંખ્યામાં વંદાનો વસવાટ હતો.

   ઓસ્ટ્રેલિયાના સિડનીમાં એક વ્યક્તિના ઘરમાં રાખેલા લેન્ડલાઈન ફોનમાં હજારોની સંખ્યામાં વંદા રહેતા હતા. ઘરમાં કોઈ કામ માટે જ્યારે સાફ સફાઈ કરવામાં આવી ત્યારે ભંગાર થઈ ગયેલા ફોન પર ઘરના લોકોની નજર પડી. મોબાઈલ ફોનના સમયમાં જૂના જમાનાનો ફોન જોઈ જ્યારે ઘરના એક વ્યક્તિએ ફોન ઉઠાવ્યો તો જે દ્રશ્ય જોવા મળ્યું તેનાથી સૌ કોઈ ધ્રુજી ઉઠ્યા. આ ફોનમાંથી હજારો વંદા નીકળવા લાગ્યા. આ ઘટનાનો એક વીડિયો પણ ફેસબુક પર શેર કરવામાં આવ્યો છે.

(8:33 pm IST)