Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચીનનું ચાંગ-ઈ-૪ લુનાર રોવર ચંદ્રની અંધકારમય બાજુનો કરશે અભ્યાસ :તાપમાન માપી ડેટા મોકલશે

દિવસે 127 ડિગ્રી અને રાત્રે માઇનસ 183 ડિગ્રી તાપમાન

બેઇજિંગ :ચીનનું ચાંગ-ઈ-૪ લુનાર રોવર હાલમાં ચંદ્રની અંધકારમય બાજુનો અભ્યાસ કરી રહ્યું છે. આ મૂન રોવર ચંદ્રની સપાટીનું રાત્રિ દરમિયાનનું તાપમાન પામશે તેમ ચીની વિજ્ઞાાનીઓએ જણાવ્યું હતું. ચીનનું ચાંગ-ઈ-૪ યાન જાન્યુઆરીની ત્રીજી તારીખે ચંદ્રની અંધકારમય બાજુ સપાટી પર ઉતર્યું હતું. અગાઉ અહીં કોઇ દેશનું યાન ઉતર્યું નથી. અવકાશ વિજ્ઞાાનમાં સુપર પાવર બનવાનું ચીનનું આ પગલું મહત્વનું હતું.

   અત્રે ઉલ્લેખનીય છે કે ચંદ્રની પ્રદક્ષિણા અને ધરીભ્રમણ સમાન હોવાથી તેની એક જ બાજુ હમેશા પૃથ્વી તરફ રહે છે. તેની પાછલી બાજુ પૃથ્વી પરથી જોઇ શકાતી નથી. આ બાજુને અંધકારમય બાજુ કહે છે. ચીન ઉપર રાત્રિ અને દિવસના તાપમાનમાં જંગી ફેરફાર થાય છે

 . વિજ્ઞાાનીઓના મતે ત્યાં દિવસ દરમિયાન ૧૨૭ ડિગ્રી અને રાત્રિ દરમિયાન માઇનસ ૧૮૩ ડિગ્રી તાપમાન રહે છે. ચીને ૨૦૧૩માં તેનું પ્રથમ યાન ચંદ્ર તરફ મોકલ્યું હતું. ચાંગ ઈ-૩ ચંદ્રની અંધકારમય બાજુ પર ઉતર્યું હતું અને ૬૦ રાત્રિ પસાર કરી હતી.

  ચીન એકેડેમી ઓફ સ્પેસ ટેકનોલોજીના વિજ્ઞાાનીએ જણાવ્યું હતું કે ચાંગ ઈ-૩માં અવકાશી પદાર્થોના તાપમાન જાણવાની સુવિધા છે તે સફળ થઈ રહી છે. ચાંગ ઈ-૩ ચંદ્રનું દિવસ અને રાત્રિનું તાપમાન માપશે. જોકે રાત્રે સોલાર પાવર વિના આ યાન સ્લીપ મોડમાં રહે છે અને માત્ર રેડિયો આઈસોટોપના આધારે શક્તિ મેળવે છે. ચીનનું આ યાન તાપમાનની માહિતી મેળવી શકે તેવા ડઝન જેટલા સાધનો ધરાવે છે તે આ સપ્તાહ બાદ તેનો ડેટા મોકલી આપશે. ચીનનું આ યાન પ્રથમવાર ચંદ્રની સપાટીનું તાપમાન મેળવવા સફળ રહ્યું છે.

 

 

(12:22 pm IST)