Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ચીનમાં કોલસાની ખાણમાં છાપરું ધસી પડતા દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 થયો :66 ખાણિયાઓને બચાવાયા

ચીનમાં એક કોલસાની ખાણમાં છપરુ ધસી પડતા થયેલ દુર્ઘટનામાં મૃત્યુઆંક 21 થયો છે  વિશ્વના સૌથી મોટા કોલસાની ઉત્પાદક દેશના ઉત્તરપૂર્વ પ્રદેશમાં ખાણનું છાપરૂં ધસી પડતાં ૨૧ ખાણીયાઓ માર્યા ગયા હતા, એમ માધ્યમોએ કહ્યું હતું.શનિવારે બપોરે ઘટના બની ત્યારે શાંકશી પ્રાંતમાં લીજીઆંગ કોલસાની ખાણમાં ૮૭ લોકો કામ કરી રહ્યા હતા.

  પ્રારંભિક અહેવાલો અનુસાર, ૧૯ ખાણીયા માર્યા ગયા હતા અને ૬૬ને બચાવાયા હતા. બચાવ કામગીરી કરનારાઓને બે વધુ મૃત્યુદેહ મળી આવતા સંખ્યા ૨૧ પર પહોંચી હતી, એમ એક અધિકારીએ કહ્યું હતું.

  બાઇજી માઇનિંગ દ્વારા સંચાલિત ખાણમાં બનેલી ઘટનાની તપાસ શરૂ કરાઇ હતી.જો કે તાજેતરના વર્ષોમાં ખાણમાં માર્યા ગયેલાઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો, તેમ છતાં અકસ્માતની સંખ્યામાં ઘટાડો થતો નથી. ઉલ્લેખનીય છે કે ચીન વિશ્વનો સૌથી મોટો કોલસા ઉત્પાદક દેશ છે.

 

(12:19 pm IST)