Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ઇંગ્લેન્ડમાં 700 કિલોના હિપ્પોના તાંબાના પુતળાને ચોરો ઉપાડી ગયા

જંગી પુતળાને ઉપાડવા માટે મોટા વાહનની અને તેને ટ્રક્માં ફુટ કરવા માટે મીકેનિકની પણ જરૂર પડી હશે

બ્રિટનના ટુનબ્રિજ વેલ્સમાં ચિલસ્ટોન ગાર્ડનમાં ૬.૫ ફુટ લાંબા શિલ્પની આકૃત્તિ જાહેરમાં મૂકેલી તેને ચોરો ઉપાડી ગયા હતા, એમ કેન્ટ પોલીસે પત્રકાર પરિષદમાં કહ્યું હતું.કળા કૃત્તિ રૂપે જાહેરમાં મૂકાયેલા આ શિલ્પને કોણ ચોરી ગયું પોલીસે તેની તપાસ શરૂ કરી હતી, છતાં કોઇ પગેરૂ મળ્યું નહતું.

  ટુનબ્રિજ વેલ્સમાં ચિલસ્ટોન ગાર્ડન ઓર્નામેન્ટસના માલીકે કહ્યું હતું કે ' અમે ખૂબ દુઃખી છીએ કે અમારા સુંદર શિલ્પને કોઇ ચોરી ગયું. અમારા બગીચામાં અમે અમારી આ કૃત્તિને લોકોને બતાવતા હતા. એની ચોરી થઇ હોવાની જાણ થતાં અમે ખૂબ દુઃખી થયા છીએ.જો તમારી પાસે આ અંગેની કોઇ માહિતી હોય તો કેન્ટ પોલીસનો સંપર્ક કરજો, આભાર'એમ તેમણે ફેસબુકમાં લખ્યું હતું.

  ફેસબુક પોસ્ટમાં પોલીસ કોન્સટેબલ નિક લિંઘમે કહ્યું હતું કે હિપ્પો ખૂબ જ વજનદાર છે અને તેને ઉપાડવા માટે અગાઉ પાંચ જણાની જરૂર પડી હતી.દેખીતી રીતે આવા જંગી પુતળાને ઉપાડવા માટે મોટા વાહનની જરૂર પડી હશે અને તેને ટ્રક્માં ફુટ કરવા માટે મીકેનિકની પણ જરૂર પડી જ હશે, તે સિવાય શક્ય જ નથી.

  તેમણે વધુમાં લખ્યું હતું કે તેની જંગી સાઇઝ જોતાં રસ્તામાં કોઇએ તો તેને લઇ જતા જોયો જ હશે. પોલીસે પણ જાહેર જનતાને આવી કોઇ શંકાસ્પદ વસ્તુની હેરફેર થતી હોય તો તે અંગે પોલીસને જાણ કરવા અપીલ કરી હતી.

(12:15 pm IST)