Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

મર્દ કો ભી દર્દ હોતા હૈઃ અભ્યાસમાં ખુલાસો

ટોરેન્ટોઃ સામાન્ય રીતે એવુ કહેવાય છે કે મર્દ કો દર્દ નહિ હોતા પરંતુ હાલમાં થયેલા એક અભ્યાસમાં એ બાબતની પુષ્ટિ થઈ છે કે મહિલાઓને જ્યારે કોઈપણ પ્રકારનું દર્દ થાય છે તો તેઓ તૂર્ત ભુલી જાય છે પરંતુ પુરૂષ પોતાના દર્દભર્યા અનુભવોને લાંબા સમય સુધી યાદ રાખે છે તેથી અભ્યાસ એ માન્યતા ચેલેન્જ કરે છે કે મર્દ કો દર્દ નહિ હોતાઃ કેનેડા-યુનિવર્સિટીના અભ્યાસમાં એ બાબતને બતાડવામાં આવી છે કે, મહિલાઓ અને પુરૂષો દર્દ સાથે જોડાયેલ પોતાના અનુભવોને અલગ અલગ તરીકે યાદ રાખે છેઃ એક તરફ જ્યાં પોતાના દર્દના અનુભવો પુરૂષોને સારી રીતે યાદ હતા તો મહિલાઓ એ દર્દને થોડાઘણા અંશે ભુલી ગઈ હતી, અભ્યાસ અનુસાર પુરૂષો દર્દને યાદ કરતા જ ટેન્શનમાં આવી જાય છે જ્યારે મહિલાઓને આવુ થતુ નથી

(11:28 am IST)