Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ઇરાનનું વિમાન તૂટી પડતાં ૧૫ના મોત

તહેરાન તા. ૧૫ : ઈરાનનું બોઈંગ ૭૦૭ મિલિટરી કાર્ગો પ્લેન સોમવારે તૂટી પડતાં ૧૫ વ્યકિતઓનાં મોત થયાં હતાં અને એક વ્યકિત બચી ગઈ હતી. કીર્ગિસ્તાનથી માંસ લઈ જતું વિમાન ઈરાનની રાજધાનીની પશ્ચિમે લેન્ડિંગ થવા પૂર્વે તૂટી પડ્યું હતું. આ વિમાન સોમવારે સવારે ૮-૩૦ વાગ્યે ઈમર્જન્સી લેન્ડિંગનો પ્રયાસ કરતું હતું ત્યારે રન-વેની બહાર જઈને ક્રેશ થઈ ગયું હતું. તહેરાનના પશ્ચિમે પેયમ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પ્લેન ઊતરવાનું હતું. પ્લેન આ એરપોર્ટથી ૧૦ કિ.મી.ના અંતરે તૂટી પડ્યું હતું.વિમાનમાં ૧૬ વ્યકિત હતી તે પૈકી ફકત ફલાઈટ એન્જિનિયરનો બચાવ થયો હતો. મૃત્યુ પામેલા ૧૫ પૈકી ૯ની બોડી બહાર કઢાઈ હતી. ઈરાનના એરફોર્સે જણાવ્યું હતું કે આ દુર્ઘટનાની તપાસ શરૂ કરાઈ છે.આ પ્લેનનો માલિક કોણ હતો તે હજુ જાણવા મળ્યું નથી. ઈરાનમાં યુદ્ઘમાં અથવા રાષ્ટ્રની સેવામાં જેના મરણ થાય છે તેને શહીદ ગણે છે. ૨૦૧૬થી ઈરાન કીર્ગિસ્તાનથી માંસની આયાત શહા એરલાઈન્સ દ્વારા કરે છે. (૨૧.૪)

(9:59 am IST)