Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

ફેશનેબલ વસ્ત્રો જ નહિં વ્યવસ્થિત મેકઅપ પણ બનાવશે તમને પ્રેઝન્ટેબલ

દરેક મહિલા અને યુવતીઓને મેકઅપ કરવાનાં ઘેલા હોય છે. અને પ્રસંગોના સમયએ તેઓ ચહેરા પર મેકઅપનો લસરકો મારી જ લેતા હોય છે. તેમ છતાં ઘણી યુવતીઓ તથા મહિલા ઓને એવું લાગતું હોય છે કે મારો મેકઅપ હજી સરસ રીતે નથી થયો. વળી, તમારી પાસે ઢગલાબંધ કોસ્મેટિકસ હોય છે તેમ છતાં આવું થાય છે. તમે પણ જો વારંવાર આવું જ વિચાર્યા કરતાં હો તો ચિંતા ન કરો, પહેલા તો તમારી મેકઅપ કિટમાં અમુક વસ્તુઓ છે કે નહિં, તે ચકાસી લો. કારણ કે ઘણીવાર કેટલાક કોસ્મેટિકસના અભાવે પણ તમે પરફેકટ મેકઅપ નથી કરી શકતા. તો લેટ્સ ચેક  એન્ડ અપડેટ યોર મેકઅપ કિટ... કારણકે ફેશનેબલ વસ્ત્રોની સાથે સાથે જો તમારો મેકઅપ પણ વ્યસ્થિત હશે તો જ તમે પ્રઝન્ટેબલ લાગશો.

બેઝિક મેકઅપ આઈટમ- મેકઅપ કિટમાં ફાઉન્ડેશન, કોમ્પેકટ પાઉડર, આઈશેડો, બ્લશર, આઈ લાઈનર, મસ્કારા, લિપલાઈનર, લિપકલર તો હોવા જોઈએ સાથે સાથે કેટલીક અન્ય વસ્તુઓ પણ હોવી જરૂરી છે.

સ્પોન્જ- ફાઉન્ડેશન લગાવીને તેને ફેલાવવા માટે સ્પોન્જ જરૂરી છે. લિકિવડ અ ને ક્રીમ બેઝ ફાઉન્ડેરનને ફેલાવવા માટે સ્પોન્જ જરૂરી છે. પેનસ્ટિક વાપરતા હો તો પણ સ્પોન્જ જરૂરી છે.

પાઉડર પફ - પાઉડર લગાવવા માટે પફ ખૂબ જરૂરી છે. લૂઝ પાઉડર લગાવવા માટે હળવાશથી પફનો ઉપયોગ કરવામાં આવે તો સોફટ લૂક મળે છે.

આઈલેશ કર્લર- આઈલેશિઝને વ્યવસ્થિત રીતે વળાંક આપવા માટે મસ્કારા લગાવતા પહેલાં આઈલેશિઝ કર્લરથસ પાંપણો સરખી કરી લેવી.

કોટા રૂ અને ટીશ્યૂ પેપર-

મેકઅપ કર્યા બાદ થયેલો લૂછવા કે વધારાનો પાઉડર અથવા તો મેકઅપ સાફ કરવા માટે કલટન રૂ અથવા ટીશ્યૂ પેપરનો જ ઉપયોગ કરવો. ટીશ્યૂ વધારાની લિપસ્ટિક કે મેકઅપને શોષવામાં મદદ કરશે. તો ગર્લ્સ આ પ્રકારે તમે પણ તમારી મેકઅપ કિટ અપડેટ કરી લો. જેથી કહિં ભી તમે તમારા સૌંદર્યને આવો નિખાર આપી શકો છો.

(9:59 am IST)