Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

સાવધાન! તમારામાં પણ આ લક્ષણો નથી ને, નહીં તો થાઈરોઈડ હોઈ શકે છે

થાઈરોઈડ સમસ્યા : થાઈરોઈડ એક એવી બિમારી છે. જેનાથી ઘણા  બધા લોકો પીડાતા હોય છે. પુરૂષોની સામે સ્રીઓમાં આ બિમારીનુ પ્રમાણ વધુ જોવા મળે છે. થાઈરોઈડ માનવશરીરમાં ઉપલબ્ધ એન્ડ્રોક્રિન ગ્લેન્ડમાંનુ એક છે, થાઈરોઈડની ગ્રંથિ ગળાની શ્વાસનળીની ઉપર હોય છે.

થાઈરોઈડ થવાથી શરીરની રોગપ્રતિકારક શકિત ઓછી થાય છે. જેનાથી શરીરમાં ઘણી સમસ્યા ઉત્પન થતી જોવા મળે છે. મોટાભાગે થાઈરોઈડમાં સહેલાઈથી શરૂઆતમાં લક્ષણો જોવા નથી મળતા, કેમકે ગળામાં  થનારી ગાંઠને આપણે સામાન્ય સમજી લઈએ છીએ. આ સિવાય પણ ઘણા લક્ષણો એવા છે.

ઝડપથી વધતુ વજન

આમ તો વધતુ વજન આજે બધાની સમસ્યા બની ચુકયુ છે, પરંતુ જો તમારૂ વજન વધુ ઝડપથી વધતુ હોય તો તેને નજરઅંદાજ કરવાની ભૂલ નમા કરશો  કેમકે થાઈરોઈડ કારણે મેટાબોલિઝમથી પ્રભાવિત થાય છે. તમે જે ખાઓ છો તે સંપૂર્ણ રીતે એનર્જીમાં પરિવર્તિતિ થઈ શકતું નથી અને ચરબીના સ્વરૂપમાં જમા થતુ જાય છે.

અનિયમિત પીરિયડ

આમ તો બદલતી લાઈફસ્ટાઈલના કારણે અનિયમિત પીરિયડની સમસ્યા ઘણી બધી સ્રીઓમાં જોવા મળે છે. પીરિયડમાં થતી અનિયમિતતાને પણ તમે અવગણશો નહિં, કેમકે થાઈરોઈડની સમસ્યા થવાથી પીરિયડનો ગાળો લંબાઈ જાય છે અને કયારેક ૨૮ દિવસથી પણ વધી જાય છે.

સતત ડિપ્રેશન

જો થાઈરોઈડ ગ્રંથિ ઓછી માત્રામાં થાઈરોકિસન ઉત્પન્ન કરતી હોય તો આનાથી ડિપ્રશનવાળા ર્હોમોન એકિટવ થાય છે. ડિપ્રશનથી રાતે ઓછી ઉંધની  સમસ્યા થાય છે. જો તમને ડિપ્રેશન રહેતું હોયતો તરત જ કોઈ ડૉકટર જોડે ચેકઅપ કરાવો.

છાતીમાં દુખાવો

જો તમને થાઈરોઈડ હોય તો એનાથી હૃદયનાં ધબકારા પર પણ અસર થઈ શકેછે. હૃદયમાં ધબકારામાં થતી અનિયમિતતાને કારણે હૃદયમાં અસહીય દુઃખાવો થઈ શકે છે.

ઠંડી અને ગરમી સહન ના થવી

થાઈરોઈડ થવાથી વાતવરણમાં થતાં ફેરફારની પણ શરીર પર અસર જોવા મળે છે. હાઈપોથાઈરોઈડ થવાથી શરીર વધારે ઠંડી અને ગરમીનું વાતાવરણ સહન કરી શકતુ નથી. જો તમારી જોડે પણ આવું થતુ હોત તો તરત જ સારવાર કરાવો.

યાદશિકત ઓછી થવી

થાઈરોઈડને કારણે સ્મરણશકિત  અને વિચારશિકતની ક્ષમતા પણ પ્રભાવિત થાય છે. યાદશિકત ઓછી થઈ શકે છે અને માણસનો સવભાવ ચીડિયો થઈ શકે છે.

પેટમાં ગરબડી થવી

થાઇરોઈડ થવાથી કબજ્યિાતના સમસ્યા શરૂ થઈ જાય છે. જેને કારણે ખાવાનુ પચવામાં પરેશાની થાય છે સાથે ખાવાનું સહેલાઈથી ગળાની નીચે ઉપરતું નથી.

સ્નાયુઓ તથા જોઈન્ટમાં દુખાવો

સ્નાયુઓમાં થતો દુખાવો એ કોઈ નોર્મલ સમસ્યા ના સમજો અને તરતજ ડૉકટરને બતાવો કેમકે આ સમ્સ્યા થાઈરોઈડની હોઈ શકે છે.

(9:58 am IST)