Gujarati News

Gujarati News

News of Saturday, 14th December 2019

ખાદ્ય સુરક્ષા અંગે મ્યાનમાર અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ વચ્ચે કરાર

નવી દિલ્હી: ખાદ્ય સુરક્ષા અંગે મ્યાનમાર સરકાર અને વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબલ્યુએફપી) વચ્ચે એક એમઓયુ પર હસ્તાક્ષર થયા છે. મ્યાનમારના માહિતી મંત્રાલયે શનિવારે એક નિવેદન બહાર પાડીને માહિતી આપી. ડબલ્યુએફપીની દેશ વ્યૂહાત્મક યોજનાને અમલમાં મૂકવા માટે યોજના અને નાણાં મંત્રાલય હેઠળ કન્ટ્રી ડિરેક્ટર સ્ટીફન એડરસન અને વિદેશી આર્થિક સંબંધ વિભાગના ડાયરેક્ટર જનરલ, યુ થાન આંગ કુઆયેવ વચ્ચે શુક્રવારે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.નિવેદનમાં જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત વિસ્તારોના લોકો અને કુપોષિત બાળકોને 31 કરોડ 80 લાખ  ડોલરનું બજેટ ખોરાક અને અન્ય સુવિધાઓ પાછળ ખર્ચવાનો લક્ષ્યાંક છે. કરારથી 79 કરોડ લોકોને લાભ થશે.

(5:07 pm IST)