Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સોમાલિયાની પોલીસ એકેડેમીમાં બોંબ વિસ્ફોટ: 17ના મોત: 20 ઘાયલ

નવી દિલ્હી: સોમાલિયાની રાજધાની મોગાડીશુંમાં પોલીસ એકેડમીપર આજે એક પોલીસના અધિકારીના સ્વાંગમાં ઘૂસીને ઇસ્લામી આત્મઘાતી હુમલાવરે પોતાની જાતને બોંબથી ઉડાવી દીધો જેમાં અંદાજે 17 લોકોના મોત નિપજ્યા છે અને 20 લોકો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.પોલીસ અધિકારી દ્વારા મળતી માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે ઘાયલ અધિકારીઓમાંથી અમુકની હાલત વધારે નાજુક બની ગઈ છે.હમલાવરે એવી જગ્યાએ નિશાન લગાવ્યું કે જ્યાં ઘણા બધા સૈનિકો એકઠા થયા હતા.તે છુપી રીતે પરેડની લાઈનોમાં સામેલ થઇ ગયો અને ત્યારબાદ આ  હુમલો  કર્યો હતો.

(8:19 pm IST)