Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

એક પિયાનો અને વીસ બજાણિયા

લંડન, તા. ૧૪ : યુરોપ ખંડમાં આવેલા બોસ્નિયા અને હર્ઝગોવિનાની રાજધાની સારાયેવો શહેરના હોલમાં કેટલાક યંગ મ્યુઝિશ્યનોએ મળીને અનોખો પિયાનો વગાડવાના શોખીન છે. એક ોન્સર્ટ દરમ્યાન લગભગ વીસ કલાકારોએ એક પિયાનો પર સંગીતની ધૂન એકસાથે વગાડી હતી. આ સાથે તેમણે એક પિયાનો એકસાથે સૌથી વધુ સાજિંદાઓ દ્વારા વગાડવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. આ પહેલાનો રેકોર્ડ ૧૮ જણનો હતો. ફ્રેન્ચ મ્યુઝિશ્યન અને કમ્પોઝર આલ્બર્ટ લેવિનેકે તૈયાર કરેલી તર્જ આ સાજિંદાઓએ વગાડેલી. આયોજકોનું કહેવું છે કે તમામ સાંજિદાઓ પિયાનો વગાડવામાં માસ્ટર હતા, પણ એકજ પિયાનો પર તેમને એકસાથે કેવી રીતે ગોઠવવા એ સૌથી મોટો કોયડો હતો.

(4:15 pm IST)