Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બે ચીની જોડિયા ભાઇઓ જોડકી બહેનોને પરણ્યા

બીર્જીંગ, તા. ૧૪ : તાજેતરમાં ચીનમાં એકસરખા દેખાતા બે જોડિયા ભાઇઓએ તેમની જેમ એકસરખી દેખાતી ટ્વિન બહેનો સાથે લગ્ન કર્યા. ર૬ વર્ષના ડેશુઆન્ગ ઝેન્ગ અને શીઓશુઆન્ગ ઝેન્ગ નામના બે ભાઇઓના લગ્ન ર૩ વર્ષની જિન્ગ લિઆન્ગ અને કિંગ લિઆન નામની બે બહેનો સાથે થયાં હતાં ત્યારે બન્ને દુલ્હનો અને દુલઓએ એકસરખા કોસ્ચ્યુમ પહેરીને જાનૈયાઓને કન્ફયુજ કરી દીધા હતા. આ દુલ્હા-દુલ્હનના પરિવારો લગભગ દસ વર્ષથી એકબીજાને જાણતા હોવાથી કિશોરાવસ્થામાં ચારેય સાથે જ ઉછર્યા છે. આઇડેન્ટિકલ ટ્વિન્સ હોવાને કારણે ચારેયને સારૂ બનતું, પરંતુ તેઓ એકબીજાને ફ્રેન્ડ્સ જ માનતા હતા. જોકે તેમના પરિવારજનોને લાગતું હતું કે જો બન્ને જોડિયાને સાથે રાખવા હોય તો તેમને અંદરોઅંદર પરણાવી દેવા જોઇએ. એટલે બન્નેની મમ્મીઓએ આ ચોકઠું ગોઠવવાની કોશિશ કરી અને યુવાન થયેલા ભાઇ-બહેનોએ એ સ્વીકારી પણ લીધું.

એવું કહેવાય છે કે જયારે આઇડેન્ટિકલ ટ્વિન્સના આડેન્ટિકલ ટ્વિન્સ સાથે લગ્ન થાય છે ત્યારે તેમના સંતાનોમાં પણ જિનેટિકલ સામ્ય હોય છે. જો આ બન્ને યુગલના સંતાનો થશે તો તેઓ જિનેટિકલી કયા યુગલના છે એ તારવવાનું લગભગ અશકય છે.

(4:15 pm IST)