Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ડોનાલ્ડ ટ્રમ્પના યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓએ અમેરિકી સંસદમાં તપાસ માંગી

ન્યુયોર્ક : અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર યૌન શોષણનો આરોપ લગાવવાળી મહિલાઓએ આ આરોપો ફરીથી દોહરાવ્યા છે. મહિલાઓની માંગણી છે કે આ મામલામાં તપાસ થવી જોઇએ. દસથી વધુ મહિલાઓએ આવો આરોપ લગાવ્યો હતો. આ મહિલાઓએ અમેરિકી સંસદમાં આ મામલાની તપાસ માંગી છે. મહિલાઓનું કહેવુ છે કે આ મુજબના આરોપોથી માત્ર તેમની જ નહી અનેક લોકોની જીંદગી પર અસર પડે છે આ માટે આ મુદાને ગંભીરતાથી લેવો જોઇએ. એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલી પીડીતાઓ પૈકીની એક મીસ નોર્થ કેરોલીના (ર૦૦૬)નો ખિતાબ જીતવાવાળી સામંથા હોલ્વેએ જણાવ્યુ કે, આ મામલાને હવે બીજા તબક્કાનો ગણીને આગળ વધવુ જોઇએ. સૌંદર્ય પ્રતિયોગીતામાં ટ્રમ્પે મને અને કેટલીય મહિલાઓને ગંદી નજરથી ઘુરીએ રાખી હતી. ૧૯૭૦માં ટ્રમ્પે મને વિમાન યાત્રા દરમિયાન જબરજસ્તી અડકી અશ્લીલ છેડછાડ કરી હતી તેવો આરોપ જેસીકા લીડસે દોહરાવ્યો હતો. ર૦૦પમાં રચેલ કુકસ સાથે તેની અનુમતી વગર ટ્રમ્પે કિસ કર્યાનુ પણ રચેલ કુકસે ફરીથી કહ્યુ હતુ.

આ મામલે ડેમોક્રેટીક પાર્ટીના સાંસદ કર્સ્ટન ગીલીબ્રાન્ડએ ટ્રમ્પને રાજીનામુ દેવાની માંગણી કરી છે. તેણે જણાવ્યુ કે આરોપ ભરોસાલાયક અને તેની તપાસ થવી જોઇએ. રિપબ્લીકન નેતા નીકી હેલીએ પણ કહ્યુ કે, આરોપો લગાવાવાળી મહિલાઓને સાંભળવી જોઇએ.

આ મામલે વ્હાઇટ હાઉસના સુત્રોએ જણાવ્યુ કે યૌન ઉત્પીડનના આરોપ ટ્રમ્પે ખોટા ગણાવ્યા છે.

આ આરોપો પોતે રાષ્ટ્રપતિ ચૂંટાયા તે પહેલાના છે એટલે કે નિર્ણાયક ચૂંટણીમાં આ આરોપોને અવગણી પ્રજાએ મને સમર્થન આપ્યુ ગણાય.

(4:13 pm IST)