Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પાંચ વર્ષથી ઓશીકાનું કવર ન ધોયું હોવાથી પાંપણ પર સેંકડો જૂ થઇ ગઇ

બીજીંગ તા. ૧૪ : ચીનના વુહાન શહેરમાં એક મહિલાને છેલ્લાં બે વર્ષથી આંખમાં ખંજવાળ, લાલાશ અને બળતારા જેવી તકલીફો થતી હતી. એ માટે તે દવાની દુકાનેથી આંખમાં નાખવાના ટીપાં લઇ આવતી થોડાક દિવસ સારૃં રહેતું અને પછી હતું એનું એ. આવું વારંવાર થયા કરતું હોવાથી હવે તો તે આંખોની ખંજવાળ અને લાલાશથી ટેવાઇ ગઇ. જોકે આંખોની પાંપણ સૂઝવા લાગી અને બળતરા વધી ગઇ. પાંપણ પર ચીકાશ અને સફેદ પોપડીઓ એટલી વધી ગઇ કે આંખ ખોલવામાં પણ મુશ્કેલી પડતી હતી. આખરે તે ડોકટરને બતાવવા ગઇ. ડોકટરે તેની પાંપણને મેગ્નિફાઇંગ ગ્લાસથી ચેક કરી તો એની પાંપણ પર સેંકડો જૂ હતી. આવું કેવી રીતે થયું એ જાણવા માટે ડોકટરે મહિલાને કેટલાક દૈનિક સ્વચ્છતાને લગતા સવાલો પૂછયા ત્યારે ખબર પડી કે આ બહેને છેલ્લા પાંચ વર્ષથી પોતે જે પથારીમાં સૂએ છે એના ઓશીકાનું કવર ધોયું નહોતું.

(12:08 pm IST)