Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પૂનમના દિવસે બાઇક ક્રેશ થવાનું રિસ્ક વધુ હોય

ન્યુયોર્ક તા.૧૪ : આ વિધાન કોઇ ભવિષ્યવેત્તા કે જયોતિષીનું નથી પણ વૈજ્ઞાનિકોનું છે. અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી અને કેનેડાની યુનિવર્સિટી ઓફ ટોરોન્ટોના અભ્યાસકર્તાઓએ સ્થાનિક એકસિડન્ટ -પેટર્નનો અભ્યાસ કરીને આ તારણ કાઢયું છે. અમેરિકામાં દર વર્ષે બાઇક-અકમાતમાં લગભગ પાંચ હજાર લોકો જીવ ગુમાવે છે. દર સાતમાંથી એક રોડ-અકસ્માતમાં બાઇક-ક્રેશ કારણભુત હોય છે. અભ્યાસકર્તાઓનું કહેવું છે કે પૂનમનો ચંદ્ર આકાશમાં સોળે કળાએ ખીલ્યો હોય એ જોવામાં બાઇકર્સ થોડીક ક્ષણો માટે બેધ્યાન થઇજાય છે.

આંકડાકીય ગણતરી જોઇએ તો એક વર્ષમાં રાતના સમયે બાઇકની અથડામણ થવાના કિસ્સા ૧૪૮ર જેટલા બન્યા હતા. એમાંથી ૪૯૪ અકસ્માતો પુનમની રાતે થયેલા અને ૯૮૮ અન્ય રાત્રીનો દરમ્યાન એક વર્ષમાં લગભગ બાર પુનમ હોય છે. અમેરીકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં વિવિધ રાતે થયેલા અકસ્માતોની એવરેજ કાઢીને નોંધાયું છે કે પૂનમની રાતે ઘાતક બાઇક-એકિસડન્ટ થવાની સંભાવના ૯.૧૦ ટકા જેટલી વધુ હોય છે, જયારે સામાન્ય રાતે એકસિડન્ટ થવાની સંભાવના ૮.૬૪ ટકા હોય છે.

(11:51 am IST)