Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

ચિત્તો નામશેષ થવાના આરે આવેલું પ્રાણી ગણાવું જોઇએ

નવી દિલ્હી તા. ૧૪: પૃથ્વી પરના સૌથી ઝડપથી દોડતા પ્રાણી ચિત્તાની સંખ્યા એટલી ભયજનક રીતે ઘટી રહી છે કે એ પ્રજાતિને નામશેષ થવાના આરે આવેલાં પ્રાણીઓની યાદીમાં ગણવી જોઇએ એવું અમેરિકાના વૈજ્ઞાનિકોનું કહેવું છે. ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચરના રેડ લિસ્ટમાં ચિત્તાને સ્થાન મળવું જોઇએ. સાઉથ આફ્રિકામાં પુખ્ત ચિત્તાની સંખ્યા માત્ર ૩પ૭૭ જેટલી જ રહી છે. નામિબિયા, બોટ્સવાના, સાઉથ આફ્રિકા અને ઝિમ્બાબ્વેમાં ર૦૧૦થી ર૦૧૬ દરમ્યાન જંગલમાં છુટ્ટા ચિત્તા હોવાનું મનાય છે. પરંતુ વિશ્વના બાકીના ભાગોમાં ચિત્તાની હાજરી લગભગ લુપ્ત થવાના આરે છે. (૭.૯)

(10:02 am IST)