Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

સોશિયલ મીડિયા પર છવાઈ ગયું આ ડોગી: માથા પર પૂંછડી ધરાવતા આ શ્વાનને જોઈને સહુ કોઈને અચરજ થઇ રહી છે

નવી દિલ્હી: અમેરિકામાં એક એવા શ્વાનના ફોટા સામે આવી રહ્યા છે જેને જોઈને સહુ કોઈને અચરજ થઇ જાય તેવું આ ડોગી છે.આ ડોગી લગભગ છેલ્લા 10 અઠવાડિયાથી મિજૂરી પ્રાંતના રસ્તા પર આમથી તેમ ભટકી રહ્યું છે આ વાતની જાણકારી શ્વાનની સારસંભાળ રાખનાર ચેરિટી ટ્રસ્ટને મળી તો તેમને તેને શોધી કાઢ્યો અને તેને દત્તક લઇ લીધું છે આ ડોગીના માથા પર પૂંછડી છે.

                    મૈક્સ મિશન નામના શખ્સે આ ડોગીના માથા પર પૂંછડી હોવાના કારણે તેમનું નામ નર્વંહાલ રાખી દીધું છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી આ ક્યૂટ ડોગીના ફોટા હાલમાં ખુબજ વાયરલ થઇ રહ્યા છે અને તેને જોઈને લોકોને અચરજ લાગી રહી છે.

(6:29 pm IST)